SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ - ઉ. ૯ઃ સાધક ત્રણેના ભેદ નથી પાડતો, નિર્વિકલ્પ દશામાં ભેદ પાડવાં બેસતો નથી. તે તો તેને સહજ જાણે છે. પર્યાયનું વેદન ને દ્રવ્યનો સ્વભાવ સહજ એક સાથે તેને અંતરમાં જણાય છે. તે વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી, ઉપયોગ એક સાથે ભેદ પાડ્યા વિના બધું જાણી લ્ય છે. બુદ્ધિપૂર્વક ભેદ પાડતો નથી કે આ ગુણ છે અને આ પર્યાય છે. તે તો સહજ જણાય છે. દ્રવ્ય-ગુણપર્યાયના ભેદ પાડતો નથી, તેના વેદનમાં સહજ આવી જાય છે. પ્ર. ૧૦ઃ આબાળ-ગોપાળ બધાને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે શું? અનુભવાઈ રહ્યો છે - અનુભવમાં આવે છે તેનો શું આશય છે? ઉ. ૧૦ઃ આચાર્યદેવ કહે છે કે જ્ઞાન-લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. અનુભવાઈ રહ્યો છે એટલે કે તે રૂપે તું છો, તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છે. અનુભવમાં આવે છે એટલે કે વેદનરૂપે, સ્વાનુભૂતિરૂપે અનુભવમાં આવે છે એમ નહિ, પરંતુ પરિણમનમાં તું જ્ઞાન-લક્ષણથી પરિણમી રહ્યો છે, તેનાથી ઓળખાય તેવો તું છો. તું પોતે જ છો, તો હું તને કેમ જાણતો નથી ? તું જ્ઞાન સ્વભાવે છો, જ્ઞાન સ્વભાવે તું જ થઈ રહ્યો છો. તું પોતે અનુભવરૂપે રહ્યો છો. પણ તે અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિ નહિ, પરંતુ તું તારા અસ્તિત્વરૂપે છો, તેને ઓળખી લે. તું જ છો, તું જડનથી થઈ ગયો પણ અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છે કે તેને તેનાથી છૂટા પડવું મુશ્કેલી પડે છે. એક એક શેયમાં - ખંડખંડમાં અટવાઈ ગયો છે તેથી અખંડને ગોતવાની મુશ્કેલી પડે છે. જાણનારો તું છો, નિઃશંકપણે બધાને જાણે છે. છે. ૧૧ : ભાવ ભારાન એટલે શું? ૯. ૧૧ : જ્ઞાયક એવો જે ભાવ છે એનું ભાન થવું જોઈએ કે આ જ જ્ઞાયક છે બીજો નહિ. જે વિકલ્પો બધા આવે છે તે હું નહિ, પણ આ જે જ્ઞાયક છે તે જ હું છું. એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવવો જોઈએ. માત્ર આ બહારનું જાણપણું તે હું નહિ, પરંતુ જે સ્વયં શાયક છે તે હું એમ તેનો ભાસ આવવો જોઈએ. આ જ્ઞાયક પોતે પોતાથી છે, જ્ઞાયક વસ્તુ સ્વયંસિદ્ધ છે - એમ જ્ઞાયકનો ભાવ એને ભાસનમાં આવવો જોઈએ. અભ્યાસ કરતાં કરતાં આગળ જવાય છે. જ્ઞાયકનું જોર વધતાં વધતાં આકુળતા ઓછી થાય ને જ્ઞાતામાં એકાગ્રતા વધતાં વધતાં વિકલ્પ તૂટી એને નિર્વિકલ્પ દશા, સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધદશાના સુખનો અંશ અનુભવમાં આવે છે. પોતે રાગથી છૂટો પડે તો જ અંદરમાં આવે છે. પ્ર. ૧૨ઃ જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. તેનો વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો? છે. ૧૨ઃ જ્ઞાન સાથે આનંદ નથી તે યથાર્થ જ્ઞાન જ નથી. જેને સમ્યગ્દર્શન થાય, સ્વાનુભૂતિ થાય તેને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ આવે તો જ્ઞાન સમ્યકરૂપે પરિણમ્યું જ નથી, એકલું લૂખું જ્ઞાન જ છે. જ્ઞાન સાથે જો આનંદની પરિણતિ પ્રગટ થઈ નથી તો જ્ઞાન નથી, અજ્ઞાન છે અને
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy