SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સુધી નિશ્ચય-વ્યવહારનું સાચું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થવું મુશ્કેલ છે. ૯. પણ આ જીવ અકોણો અને અળવીતરો છે. જ્ઞાનીઓ એ જાણે છે. નહિતર અનાદિની રખડપટ્ટીમાં એ જ્ઞાન ના પરિચયમાં નથી આવ્યો એમ તો નથી. ખુદતીર્થકર ભગવંતોના સમવસરણમાં જઈ ભક્તિ-પૂજા પણ કરી આવ્યો છે, છતાં હજી સુધી કોરો ધાકોર રહી ખોટા રૂપિયાની જેમ પાછો ફર્યો છે. પરત્ર અને પરભાવને છોડી શકતો નથી અને સ્વદ્રવ્ય અને સ્વભાવને ગ્રહણ કરી શકતો નથી. ૧૦. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે “પ્રભુ તારી શુદ્ધતાની તો શી વાત ! તારી શુદ્ધતા તો બડી, તારી અશુદ્ધતા ય બડી. કેવળી સમીપે જઈને પણ તે તારી ઊંધાઈ છોડી નહિ.” પૂજ્ય ગુરુદેવ કહેતા “આ જીવ સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થઈ જાય એ ઉધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે પહોંચી જાય.” શ્રીમદ્રાજચંદ્ર પણ આ મતલબનું કહી ગયા છે, “પ્રભુ! તું સર્વગુણ સંપન્ન દ) પણ તારા અપલખણનો પાર નથી.' તેઓશ્રી સુત્રાત્મક રીતે આ અપલખાણ ટાળવાનો ઈલાજ બતાવે છે: “રોકે જીવ સ્વચ્છંદતો પામે અવશ્ય મોક્ષ.” ૧૧. સમ્યગ્દનનું સ્વરૂપ, તેનું માહાત્મ અને તે પ્રાપ્ત કરવાની રીતને નજર સમક્ષ રાખી જ્ઞાનીઓની અમૃતવાણીનું સંકલન કરી ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન છે. ૧૨. હવે જ્યારે બધી જ રીતે અવસર આવ્યો છે, જે કાંઈ જોઈએ તે બધું દુર્લભ સહજ રીતે મળી ગયું છે, આ ભરતક્ષેત્રમાં દુર્લભ મનુષ્ય દેહ, પૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને વિકસીત મન, તોલ-મોલ કરી શકે તેવી બુદ્ધિ-શક્તિ એટલે કે મતિ-શ્રુતજ્ઞાનનો ઉઘાડ, જિનેન્દ્ર ભગવાનનો વીતરાગ માર્ગ જેવો ચોથા આરામાં પ્રવર્તતો હતો એવો અને અત્યારે મહાવિદેહમાં સીમંધર અને બીજા તીર્થકરો દ્વારા જેની પ્રરૂપણા કરવામાં આવે છે, વધારામાં પૂજ્ય ગુરુદેવની સરળ, સોસરી ઉતરી જાય તેવી વાણી - આ બધું મળ્યું છે ત્યારે ચાલો, આપણે મિથ્યા આગ્રહ અને સ્વચ્છંદ છોડી, ગુરુ આજ્ઞા પ્રમાણે રહી, ફરી ધર્મનો એકડો ઘૂંટવા કટીબદ્ધ થઈએ. 2. જિનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભવ્યો સાંભળો! ૧. સૂત્રો, ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતના સદાચરણો, તપશ્ચર્યા આદિ જે જે સાધન , જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યા છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, પ્રાપ્ત કરવા માટે કહ્યા છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, પ્રાપ્ત કરવા માટે, આત્માને અર્થે થાય તો સફળ છે, નહિ તો નિષ્ફળ છે; જો કે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહિ. ૨. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” પરમ વંદરૂપી સદ્ગુરુ મળે અને જ્ઞાનીની સાચી ઓળખાણ થતાં, એમના ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે, તેમની આજ્ઞા પ્રમાણે સાધના થાય, ત્યારે એ ભ્રાંતિ-ભ્રમણા મિથ્યાત્વ નામનો રોગ જાય. પણ તે દવા અંતરમાં ન ઉતારે, તો તેનો કોઈ કાળે રોગ જાય નહિ. જીવ ખરેખરું સાધન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy