SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ તત્ત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એજપુરુષાર્થઅર્થેઆપવામાં આવે છે અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે. તત્વનિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષનાંખે છે- એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહિ. જેને ધર્મ કરવો રુચતો નથી તે જ આવું જૂઠું બોલે છે. જેને મોક્ષ સુખની સાચી અભિલાષા છે તે આવી જૂઠી યુક્તિ બતાવે નહિ. જીવનું કર્તવ્ય તો તવજ્ઞાન અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શનમોહના ઉપશમાદિમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી ત્યાર પછી જેમ જેમ જીવ સ્વસમ્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્રમોહનો અભાવ થાય છે. અને તેમ થતાં તે જીવને નગ્ન-દિગંબર દશા, અઠ્ઠાવીશ મૂળગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. તે દિશામાં પણ જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમણતારૂપ પુરુષાર્થ વડે ધર્મ પરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષદશારૂપ સિદ્ધપદ પામે છે. પ્ર. ૧૪: જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવા યોગ્ય પ્રયોજનભૂત શું છે? ઉ. ૧૪: સર્વ પ્રથમ - ૧) હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી. ૨) જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-ગુરુ-ધર્મને ઓળખવા અને યથાર્થ શ્રદ્ધાન કરવું. ૩) ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું. ૪) નિમિત્ત-નૈમિત્તિક, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય આદિને જેમ છે તેમ ઓળખવાં. ૫) કર્મનો સિદ્ધાંત યથાર્થ સમજવો - ઈત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવા કેમ કે તે પ્રયોજનભૂત છેઃ પ્ર. ૧૫ : દેવ-ગુરુ-ધર્મ તથા સત્ શાસ્ત્ર અને તત્ત્વાદિનો નિર્ધાર ન કરીએ તો ન ચાલે? ઉ. ૧૫: તેનો નિર્ધાર કર્યા વિના કોઈ જીવને કોઈ રીતે મોક્ષમાર્ગ થાય નહિ એવો નિયમ છે. પ્ર. ૧૬ઃ મોક્ષમાર્ગ ઉપાય નિરપેક્ષ છે? ઉ. ૧૬ : હા, પરમ નિરપેક્ષ છે. “નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ(અનુષ્ઠાન)રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.” પ્ર. ૧૭: પરમ નિરપેક્ષ' કહેવાથી એકાંત નથી થઈ જતો? ઉ. ૧૭: ના, મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે, એ તો સમ્યક એકાંત છે. પ્ર. ૧૮ઃ તો મોક્ષમાર્ગને સમ્યક અનેકાન્ત કેવી રીતે લાગુ પડે?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy