SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ ૧૧. ધ્યાન એટલે શું? ૧) અંદર જવું. ૨) શોધવું. ૩) ઓળખાણ - પરિચય કરવો. ૪) એમાં સમાઈ જવું. ૫) પ્રાપ્ત કરવું ૬) તેમાં જ મગ્ન રહેવું. ૭) જોતાં જ રહેવું - દઝા ભાવ ૮) જાણતાં જ રહેવું - જ્ઞાતાભાવ ૯) અનુભવ-શાંતિનું-આનંદ રસનું વેદન. જે જે ઉપયોગ ઊઠે છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે તરે ને તરે જ ! “જ્ઞાન” વડે સ્વયંની પૂર્ણ સામર્થ્યની પ્રત્યક્ષતાનું અવલોકન થતાં તેમાં હું છું” એમ નિજ પદનું આસ્તિક્ય થતાં તે-રૂપ” પુરુષાર્થ દ્વારા અનુપમ પદની લીનતા થતાં સ્વાનુભૂતિ થાય છે. વિધિનું આ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ૧૨. આ નિવૃત્તિ પ્રધાન ધર્મ છે - એક સમયની નિવૃત્તિ થતાં - સંપૂર્ણ નિવૃત્તિ થાય છે. આ સમજવા નીચેની દસ વાતો સમજવી પડશે. ૧) મનથી નિવૃત્તિ: ૧) સાંસારિક પ્રવૃત્તિ ૨) સામાજીક પ્રવૃત્તિ ૩) ક્રિયાકાંડરૂપ ધાર્મિક પ્રવૃત્તિ - આ બધાથી નિવૃત્તિ. ૨) નિર્ભર કોઈ પણ જાતનો બોજો નહિ ૩) નિશ્ચિતઃ કોઈ પણ જાતની શારીરિક, માનસિક, ભાવનાત્મક (લાગણી) ચિંતા નહિ. ૪) નિશ્ચલઃ ગમે તેવી પરિસ્થિતિમાં ચલાયમાન ન થાય. ૫) નિર્મોહઃ હવે કોઈ પણ પદાર્થ-વ્યક્તિ-દેહમાં મોહન રહે. ભેદજ્ઞાન - સ્વ અને પરનું. ૬) નિર્વિકાર : હવે કોઈ વિકાર નહિ - સંપૂર્ણ માનસિક શાંતિ - સંપૂર્ણ અંતર્લીનતા. ૭) નિર્વિકલ્પ કોઈ પણ સંકલ્પ-વિકલ્પ ન રહે. આત્મા સિવાય બીજો કોઈ વિચાર ન રહે. ૮) નિર્મળ : નિર્મળ શ્રદ્ધા - સ્વાનુભૂતિ. ૯) નિર્ચથ: સર્વ ગ્રંથિઓથી મુક્ત - કેવળજ્ઞાન. ૧૦) નિર્વાણ સંપૂર્ણ મુક્તિ - સિદ્ધદશા. સંપૂર્ણ સુખની સ્થિતિ. આ સંપૂર્ણ વિધિનો કમ છે - આ પ્રયોગ પદ્ધતિથી વિધાન છે. વિશેષ અભ્યાસ કરતાં અને પ્રયોગ કરતાં એની સૂક્ષ્મતા સમજાતી જશે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy