SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સમ્યકત્વનીર પ્રવાહ જેના હૃદયમાં નિત્ય વહે; તસ બદ્ધ કર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭ દભ્રષ્ટ, શાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે; તે બ્રણથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ને ધર્મશીલ સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે; . તેના ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. જ્યમાં મુળ નાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં; જિનદર્શનાત્મક મૂળ હોય વિનિટ તો સિદ્ધિ નહીં. જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુગુણ થાય છે; ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસનને. દભ્રષ્ટ જે નિજ પાય પાડે દૃટિના ધરનારને; તે થાય મૂંગા, ખંડભાષી, બોધિદુર્લભ તેમને. વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે; તેનેય બોધિ અભાવ છે, પાપાનુમોદન હોઈને. જ્યાં જ્ઞાનને સંયમ ત્રિયોગે, ઉભયપરિગ્રહ ત્યાગ છે; જે શુદ્ધ સ્થિતિ ભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪ સમ્યકત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે; ને સી પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. અશ્રેય-શ્રેય સુજાણ, છોડી કુશીલ ધારે શીલને તે શીલફળથી હોય અભ્યદય, પછી મુક્તિ લહે. જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી; છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખ વિનાશિની. છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે; ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. પંચાસ્તિકાય, છ દ્રવ્યને નવ અર્થ, તવો સાત છે; શ્રધ્ધ સ્વરૂપો તેમના, જાણો સુદષ્ટિ તેહને. જીવાદિના શ્રદ્ધાનને સમત્વ ભાખ્યું છે જિને; વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યકત્વ છે. ૨૦ એ જિનકથિત દર્શન રતનને ભાવથી ધારો તમે; ગુણ રત્નત્રયમાં સારને જે પ્રથમ શિવસોપાન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy