SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ૩. મોહની મંદતાઃ જે જીવ સમ્યકત્વ સન્મુખ છે તે જીવને મોહની મંદતા થઈ છે તેથી તે તત્ત્વ વિચારમાં ઉદ્યમી થયો છે. દર્શનમોહની મંદતા થઈ છે તેમજ ચારિત્રમોહમાં પણ કષાયોની મંદતા થઈ છે. પોતાના ભાવમાં મિથ્યાત્વાદિનો રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝુકાવ થયો છે. સંસારના કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થયો છે. જેના હૃદયમાંથી સંસારનો રસ ઉડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉદ્યમ કરે છે કે “અરે મારે તો મારા આત્માનું સુધારવાનું છે. દુનિયા તો એમને એમ ચાલ્યા કરશે, દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે. આવા જીવની વાત છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ મળ્યા છે, તેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે. તે સર્વજ્ઞ વીતરાગ દેવને જ માને છે. પંચપરમેષ્ઠી - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - જિનધર્મ, જિનવાણી, જિન ચૈત્યાલય અને જિન બિંબ(જિન પ્રતિમા) એ નવ દેવ તરીકે પૂજ્ય છે. નગ્ન દિગંબર સંત ભાવલિંગી મુનિ એ જ સાચા ગુરુ છે. તેમજ તેમની ગેરહાજરીમાં કોઈ પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ ઉપકારી જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને હંમેશા સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે નિમિત્ત તરીકે જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. સહજ આત્મસ્વરૂપ, સર્વશદેવ પરમ ગુરુ.” ૫. દેશના લબ્ધિઃ વળી તે જીવને વસ્તુના સ્વરૂપ સંબંધી સત્ ઉપદેશનો લાભ મળ્યો છે. આવા નિમિત્તનો સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે અને હવે સત્ તત્ત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ જ છે. નિમિત્ત પણ યથાયોગ્ય હોય તો કાર્ય તે પ્રમાણે થાય. નિમિત્ત તરીકે સત્ ઉપદેશ મળવો જોઈએ. યથાર્થ સુખ શું છે? તેના પ્રાપ્તિ કરાવનાર યથાર્થ મોક્ષમાર્ગ શું છે? છ દ્રવ્યો, નવ તત્ત્વોનું સ્વરૂપ શું છે? આ લોકમાં ત્રણ કાળ પૂજ્ય એવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કેવા હોય? દ્રવ્યની સ્વતંત્રતા, કમબદ્ધ પર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ હિતકારી ભાવો તથા મિથ્યાત્વાદિ અહિતકારી ભાવો એ બધાનો યથાર્થ ઉપદેશ એ જીવને મળ્યો છે. આ થઈ દેશના લબ્ધિ . . ૬. તત્વનિર્ણયના ઉદ્યમનો વિચાર : જ્ઞાની પાસેથી યથાર્થ તત્ત્વનો ઉપદેશ મળ્યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે; અને ઉપદેશ ગ્રહણ થતાં બહુમાન થાય છે કે : “અહો ! આ વાતની તો મને ખબર જ ન હતી. આવી વાત મેં કદી સાંભળી જ નથી, આ તો મારા હિતની જ વાત છે.' | જુઓ આ જિજ્ઞાસુ જીવની લાયકાત ! જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહિ. તે એમ નથી કહેતો કે મને બધું આવડે છે. તેને સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થઈ છે. તે આત્મનિર્ણયનો ઉદ્યમ કરવો તૈયાર થયો છે. “આ શરીર અને પર પદાર્થો તો જડઅચેતન છે, તે મારાથી સર્વથા ભિન્ન છે. હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. અહીં મને
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy