SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મંદ, કવચિત તીવ્ર, કવચિત વિસર્જન, કવચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી, તેને ત્યાં સુધી ‘ઉપશમ સમ્યક્ત્વ’ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને ‘સાસ્વાદન સમ્યક્ત્વ’ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યક્ત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્ય ભાવ સંબંધી અહં-મમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે ‘સ્વભાવ સ્થિતિ’ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે ‘કેવળજ્ઞાન’ છે. ૧૪. જ્ઞાન જીવનું રૂપી માટે તે અરૂપી છે, તે જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે ત્યાં સુધી તેને ‘અજ્ઞાન’ કહેવાય. આંટી પડવાથી ગૂંચવાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચવાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે, છતાં આંટીની અપેક્ષાએ ગૂંચવાયેલું સૂત્ર અને વગર ગૂંચવાયેલું સૂત્ર એમ કહેવાય છે. તેમ મિથ્યાજ્ઞાન તે ‘અજ્ઞાન’ અને સમ્યજ્ઞાન તે ‘જ્ઞાન’ એમ પરિભાષા કરી છે. પણ મિથ્યાજ્ઞાન તે જડ અને સમ્યજ્ઞાન તે ચેતન એમ નથી. મિથ્યાજ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યજ્ઞાનથી મોક્ષ થાય. ''. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દસ ગાઉ ઉપર એક ગામ છે. ત્યાં જવાને અર્થે નોકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ બાજુ જાય તો તે ગામ ન આવે પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળ્યે સમજવાથી પૂર્વ પૂર્વ અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી ર્વ તરફ ચાલવા લાગે છે. તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદ્ગુરુ ઉપદેશાદિ સામગ્રી મળ્યે બન્ને જુદા છે એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમ નિવૃત્ત થવાથી દેહ અને આત્મા ભિન્ન ભાસે છે. અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યક્ષણાને ભજે છે. ૧૫. અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહિ, કારણકે પુરુષાર્થનું બળ કર્મો કરતા વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! કુમ્યગ્દષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય. ઘાસની ગંજી બાળવા એક ચિનગારી પૂરતી છે. ૧૬. ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલા પુસ્તકથી જ્ઞાન થાય નહિ. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત ન થાય, ચૈતન્યપણું અનુભવગોચર ન થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થ ય.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy