SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૧૭. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞાએ વચન સાંભળવા; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવા, તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીર સ્વામીની આજ્ઞાથી વર્તે એવા જીવો હાલે ઓછા હોય, કાળ વિકરાળ છે. લોકો અવળે માર્ગે ચડી ગયા છે અને તેનું મનુષ્યપણું લૂંટાઈ રહ્યું છે. એટલે જીવ માર્ગમાં કેમ આવે ? એવા નામધારી ગુરુઓને પણ માર્ગને ખબર નથી. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે? જેની ગ્રંથી દૂદાઈ તેને સહજ સમાધિ થાય કેમ કે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ; અને ત્યાંથી બીજા ગુણો પ્રગટે જ. બહુ સમજણપૂર્વક અને સાવધાનીપૂર્વક ચાલવાનો માર્ગ છે. ૧૮. આજ સુધી અસ્તિત્ત્વ ભાસ્યું નથી. અસ્તિત્ત્વ ભાસવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્ત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃત્તિ જોર આપતી નથી. એક વખત સમત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્ત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્ત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ બોલવામાત્ર છે. કારણ કે ખરેખર અસ્તિત્ત્વ ભાસ્યું જ નથી. ૧૯. શાસ્ત્રમાં આવે છે કે “જ્ઞાન એ જ આત્મા’ તો પછી આ બધા અભ્યાસની શું જરૂર છે? ‘જ્ઞાન એ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન આવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ અને શાસ્ત્રવચન આદિસમદષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થયાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય કરવો.” એમ શાસ્ત્રમાં સમ્યક વનો ઉપાય બતાવ્યો છે. યથાર્થ તત્ત્વનિર્ણય એ પ્રથમ વાત છે. હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાસ્ત્રાદિ સેવવા જોઈએ. ૨૦. આત્માના યથાર્થ લક્ષથી જ સમ્યકત્વ થાય. સમ્યકત્વના બે પ્રકાર છે. ૧) વ્યવહાર ૨) નિશ્ચય (પરમાર્થ) સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, તે ‘વ્યવહાર સમ્યક વ’ કહેવાય. હવે એ બધા વિકલ્પોને છોડી, આત્માની ઓળખાણ કરી તેનો અનુભવ કરવો તે ‘પમાર્થ સમ્યકત્વ' છે. અને એનું જ મહત્ત્વ છે. ‘આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ, આત્મજ્ઞાન, સમ્યગ્દર્શન” એ બધા એકાર્ણવાચી શબ્દો છે. એ જ અભ્યાસ જીવનું પ્રયોજન છે. જિનાગમના અભ્યાસની પ્રેરણા (પં. ટોડરમલ કૃત ગોમટસાર - ટીકાની પ્રસ્તાવનામાંથી) જુઓ ! શાસ્ત્ર અભ્યાસનો મહિમા, કે જેના હોવાથી પરંપરા આત્મ-અનુભવદશાની પ્રાપ્તિ થાય છે, મોક્ષમાર્ગરૂપ ફળ પ્રાપ્ત થાય છે. એ તો દૂર રહો, પરંતુ તત્કાળ આટલા ગુણો પ્રગટ થાય છે. ૧) કે ધાદિ કષાયોની તો મંદતા થાય છે. ૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ અટકે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy