SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ સમ્યગ્દર્શનનો મહિમા ૧. પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજજંઘના આત્માને(ઋષભદેવના આત્માને) સમ્યગ્દર્શન અંગીકાર કરાવતાં કહે છે કે હે આર્ય! તું હમણાં જ સમ્યગ્દર્શનને ગ્રહણ કર ! તારે માટે આ સમ્યકત્વના લાભનો કાળ છે.” દેશનાલબ્ધિ વગેરે બહિરંગ કારણ અને કરણલબ્ધિરૂપ અંતરંગ કારણ વડે ભવ્ય જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. સર્વશે કહેલાં જીવાદિ સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. નિઃશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્ય! આ શ્રેષ્ઠ જૈન માર્ગને જાણીને માર્ગ સંબંધી શંકાને છોડા ભોગોની આકાંક્ષા દૂર કર, ધર્મના ફળમાં ભોગોની ચાહના ન કર ! વસ્તુ ધર્મ પ્રત્યેની ગ્લાનિ છોડ. દેહની મલિનતા દેખીને ધર્મ પ્રત્યે અણગમો ન કર! વિવેકદષ્ટિ પ્રગટ કર; સત્ય તત્ત્વને પરીક્ષાથી ઓળખ! ધર્માત્મા સંબંધી દોષના સ્થાન છૂપાવીને સત્યધર્મની વૃદ્ધિ કર! માર્ગથી વિચલિત થતાં આત્માને ઉપદેશાદિક વડે ધર્મમાં સ્થિર કર ! રત્નત્રય ધર્મમાં અને ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્ય કર! જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવના વડે જૈન શાસનની પ્રભાવના કર ! આ પ્રમાણે આઠ અંગોથી સુશોભિત એવા વિશુદ્ધ સમ્યકત્વને તું ધારણ કર. હે આર્ય ! આ સમ્યગ્દર્શનને જ તું ધર્મનું સર્વસ્વ સમજ. સર્વ સુખનું કારણ સમ્યગ્દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ છે, તે જ કૃતાર્થ છે અને તે જ મુમુક્ષુ છે. જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે. હે ભવ્ય ! તું આ સમ્યગ્દર્શનને સિદ્ધિ પ્રસાદનું પ્રથમ સોપાન જાણ. મોક્ષ મહેલનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જ છે; તે દુર્ગતિને રોકનાર છે. તે જ ધર્મના વૃક્ષનું મૂળિયું છે. તે જ સ્વર્ગ અને મોક્ષનો દરવાજો છે, અને તે જ સારભૂત તત્ત્વ છે. હે ભવ્ય ! આવા સમ્યગ્દર્શનને તું તારા આત્મામાં ધારણ કર. આજે જ ધારણ કર. અમે તને સમ્યકત્વ પમાડવા માટે જ અહીં આવ્યા છીએ. તેનો અત્યારે અવસર છે. અહો! આ સમ્યગ્દર્શન સંબંધમાં અધિક શું કહેવું? એની તો એટલી જ પ્રશંસા બસ છે કે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અનંતકાળના સંસારનો અંત આવી જાય છે, અને તે જીવ મોક્ષ સુખને પામે છે. સમ્યગ્દર્શન વગર અનંતકાળ સુધી જે રખડવાનું છે અને દુઃખ ભોગવવાનું છે, તે એની પ્રાપ્તિ થતાં જીવનો વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy