________________
૫૭
માટે હે આર્ય ! લોકમૂઢતા, ગુરુમૂઢતા અને દેવમૂઢતાનો પરિત્યાગ કરીને તું સમ્યગ્દર્શનની ઉજ્જવળતાને ધારણ કર. સમ્યગ્દર્શનરૂપી તલવાર દ્વારા સંસારની વેલને તું છેદી નાંખ. તું નિકટ ભવ્ય છો અને ભવિષ્યકાળમાં ભરતક્ષેત્રનો પ્રથમ તીર્થંકર થનાર છો. મિથ્યાત્વ છેદવાનો આ અવસર આવ્યો છે.
હે ભવ્ય ! અદ્વૈતદેવના વચન અનુસાર મેં આ સમ્યગ્દર્શનની દેશના કરી છે, તે શ્રેયની પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સંસાર સમુદ્ધથી પાર થવા માટે નૌકા સમાન એવા એ સમ્યગ્દર્શનને અતિ શીઘ્રપણે ગ્રહણ કર.
આ બોધ સાંભળતા આર્ય વ ંધે અંતર્મુખ થઈને પોતાના પરમાત્મા તત્ત્વને દેખ્યું. રાગથી પાર શાંત રસમય જ્ઞાન ધારાનું વેદન થયું; ક્ષણભર તેનો ઉપયોગ સર્વ વિકલ્પોથી રહિત થઈને આત્મામાં જ થંભી ગયો. પરમાનંદમય આત્માનુભૂતિ થઈ. ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો ! ૨. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય ઃ
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એ જો મિથ્યાદર્શન સહિત હોય તો ગુણ થવાને બદલે સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા દોષોને ઉત્પન્ન કરે છે. જેમ ઝેર સહિતના ઔષધથી લાભ થતો નથી તેમ મિથ્યાત્વ સહિત અહિંસાદિથી જીવનો સંસાર રોગ મટતો નથી. મિથ્યાત્વ હોય ત્યાં નિશ્ચયથી(ખરેખર) તો અહિંસાદિ હોતાં જ નથી. ‘“આત્મભ્રાંતિ સમ રોગ નહિ’’ એ પદ ખાસ લક્ષમાં રાખવા લાયક છે. અનાદિકાળથી જીવને મિથ્યાત્વદશા ચાલી આવતી હોવાથી જીવને સમ્યગ્દર્શન નથી; માટે પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા આચાર્ય ભગવાન વારંવાર ઉપદેશ કરે છે.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન, ચારિત્ર અને તપમાં સમ્યક્પણું આવતું નથી; સમ્યગ્દર્શન જ જ્ઞાન, ચારિત્ર, તપનો આધાર છે. આંખોથી જેમ મોઢાને શોભા - સુંદરતા પ્રાપ્ત થાય છે તેમ સમ્યગ્દર્શનથી જ્ઞાનાદિકમાં સમ્યક્પણું - શોભા-સુંદરતા પ્રાપ્ત થાય છે.
આ સંબંધી રત્નકરેંડ શ્રાવકાચારમાં કહ્યું છે કે ઃ ‘સમ્યગ્દર્શન સમાન આ જીવને ત્રગ કાળ ત્રણ લોકમાં બીજું કોઈ કલ્યાણ નથી અને મિથ્યાત્વ સમાન ત્રણ કાળ ત્રણ લોકમાં બીજું કોઈ અકલ્યાણ નથી.’ (શ્લોક ૩૪નો અર્થ)
ભાવાર્થ : અનંતકાળ વીતી ગયો; એક સમય વર્તમાન ચાલે છે અને ભવિષ્યમાં અનંતકાળ આવશે - એ ત્રણે કાળમાં અને અધોલોક, મધ્યલોક તથા ઊર્ધ્વલોક - એ ત્રણ લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સમાન બીજું કોઈ છે નહિ, થયું નથી અને થશે નહિ. ત્રણ લોકમાં રહેલાં ઇન્દ્ર. અહમીન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર કે તીર્થંકર વગેરે ચેતન અને મણિ, મંત્ર, ઔષધ વગેરે જડ દ્રવ્ય - એ કોઈ સમ્યક્ત્વ સમાન ઉપકાર કરનાર નથી; અને આ જીવનું સૌથી મહાન અહિત - બુરું જેવું મિથ્યાત્વ કરે છે એવું અહિત - બુરું કરનાર કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહિ, થયું નથી અને થશે નહિ; તેથી મિથ્યાત્વને છોડવા માટે પરમ પુરુષાર્થ કરો. સમસ્ત સંસારના દુઃખનો નાશ કરનાર, આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ છે; માટે તે પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરો.