SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ યથાયોગ્ય આત્માને જાણવું એ જ્ઞાન છે. યથાયોગ્ય દેખવું એ દર્શન છે. જ્ઞાન એ ચહ્યું છે. ઉપયોગ એ દર્શન છે. દર્શન એ સમકિત છે. ઉપયોગ એ આત્મા છે. દર્શન : જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસ-ગંધ રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન'. સમ્યગ્દર્શન એટલે સાચા જ્ઞાનની વેદનપૂર્વક જાણકારી - અનુભૂતિ. સત્ય શું છે તે માત્ર મન અને ઇન્દ્રિયથી જાણવું એટલું જ પુરતું નથી. સત્યને અનુભવવું જોઈએ. આ તીવ્ર અનુભૂતિ એટલે સમ્યગ્દર્શન. આત્મસ્વભાવની અનુભૂતિ સમ્યકત્વ છે. આત્મજ્ઞાન સમ્યકત્વ છે. જો ને સાયો મH કંસ નો सेसा मे बहिरा भावा सव्वे संजोग लकखणा॥- “નિયમસાર” ભાવાર્થ એક જ મારો આત્મા શાશ્વત છે. તે જ્ઞાન, દર્શન લક્ષણવાળો છે. બાકીના જે બાહ્ય ભાવ છે તે મારા નથી, તે સર્વે સંયોગી ભાવ છે. આવી નિર્મળ શ્રદ્ધા થાય એ જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ, જરા, મરણ રહિત અસંગ સ્વરૂપ છે એમાં સર્વ જ્ઞાન સમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યગ્દર્શન સમાય છે. આત્માની અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્પશ્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા રહે છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે. પવિત્ર પુરુષોની કૃપાદષ્ટિ રહે એ જ સમ્યગ્દર્શન છે. જે જ્ઞાન કરીને અજર, અમર, ટંકોત્કીર્ણ આત્માને દ્રવ્યાર્થિક નયથી જાણ્યો, તેને શંકાદિ રહિત શુદ્ધ, નિર્મળ પ્રતીતિ કરી, શ્રદ્ધા કરી તેને ભગવંતે દર્શન કહ્યું છે, જેનું બીજું નામ સમકિત છે. જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢ દષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તેનું કથન થઈ શકતું નથી, મન જેનું મનન કરી શકતું નથી એવો માત્ર અનુભવ છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશા છે, આત્માનુભવ, સ્વાનુભવ છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન છે. તેને પુનઃ પુનઃ નમસ્કાર! છે. સમ્યગ્દર્શન શું છે? : વ્યાખ્યાઃ સમ્યગ્દર્શન તે જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણનો એક નિર્મળ પર્યાય છે. આ જગતમાં છ દ્રયો છે, તેમાં એક ચેતન દ્રવ્ય(જીવ) છે અને પાંચ અચેતન -જડ દ્રવ્યો(પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) છે. જીવ દ્રવ્ય અર્થાત્ આત્મવસ્તુમાં અનંતગુણો છે, તેમાં એક ગુણ શ્રદ્ધા(માન્યતા, વિશ્વાસ, પ્રતીતિ) છે, તે ગુણની અવસ્થા અનાદિથી ઊંધી છે તેથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે, તે અવસ્થાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે; તે શ્રદ્ધા ગુણની સવળી(શુદ્ધ) અવસ્થા તે સમ્યગ્દર્શન છે. આ રીતે આત્માના શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy