SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૧૭૫ સમ્યફ સન્મુખ જીવની અંતરદશા ૧. સમ્યફ પ્રાપ્ત કરનાર આત્માર્થી કેવો હોય ? જીવને યોગાનુયોગ અથવા પ્રયત્નપૂર્વક યથાર્થ સત્સંગનો યોગ હોય છે. તેમાંથી આત્મઉન્નતિની પરિણામ શ્રેણી શરૂ થાય છે. આ પરિણામ શ્રેણીની વિશેષતા એ છે કે તે પરિણામોની પ્રત્યેક ભૂમિકામાં દર્શનમોહ અધિક અધિક મંદ થઈ જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. આનો ક્રમ આ પ્રમાણે છે. ૧. ચિંતના કોઈ પણ સાધક જીવ જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઇચ્છા ન હોય ત્યારે તે સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પણ ન રહે ત્યારે મુમુક્ષુતા પ્રગટે છે. હવે ભવભ્રમણનો નાશ કરવાની ચિંતના શરૂ થાય છે. અને તે ચિંતના ઉગ્ર થઈને વેદના અને ગુરણા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિ થવા પાછળ વિવેકપૂર્વકની વિચારણા રહેલી છે. સહજ જ પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થાય છે. ઉદાસીનતા સમસ્ત ઉદયના કાર્યોમાં સહજ જ નિરસપણું થઈ જાય છે. અને સહજ ઉદાસીનતાનો કમ આ સ્તરે શરૂ થાય છે. પંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિ અને તેમાં રસના પરિણામ તે એકદમ ફિક્કા પડી જાય છે. પરિણામે કષાયો મંદ પડતા જાય છે - શાંત થતા જાય છે. ઉદાસીનતાનો અર્થ છે તટસ્થતા - સંબંધ વગરની સ્થિતિ. જગતના બીજા દ્રવ્યો સાથે મારે ખરેખર કોઈ જાતનો કર્તા-કર્મ સંબંધ નથી. માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી જ્ઞાત-શેય સંબંધ પણ રહેતો નથી. હું જ જ્ઞાતા અને શેય પણ હું. હું મારા સિવાય કોઈને જાણતો નથી. પરને જાણી શકે એ ભ્રમણા છે. એવા નિર્ણયના આધારે જગત પ્રત્યે સહજ ઉદાસીનતા - તટસ્થતા આવે છે. ૩. માત્ર મોક્ષ અભિલાષઃ ઉદાસીનતાના કારણથી દેહાદિ સંયોગો જાળવવા અને વધારવાના કાર્યોમાં સાવધાનીથી છૂટીને જીવ મુક્ત થવાના નિર્ણયમાં આવે છે. અને પરિપૂર્ણ શુદ્ધદશા પ્રાપ્ત કરવાનું બેય બાંધે છે. “હવે મારે આ જગતમાંથી કાંઈ પણ જોઈતું નથી, એક મારો આત્મા જ જોઈએ છે'' એવી દઢ વૃત્તિથી જ અંતઃકરણ વિશુદ્ધ થાય છે. એક માત્ર મોક્ષ અભિલાષ” હોવાથી માત્ર મોક્ષને વિશે જ અભિપ્રાયપૂર્વક પ્રયાસ ચાલે છે. આ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયોનો પલટો સારી રીતે થાય છે. ૪. સંવેગપૂર્વક લગનીઃ હવે સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વભાવના અંતરના ઊંડાણમાંથી જાગે છે. માત્ર નિજ ચૈતન્યમાંથી જ ચૈતન્યની ભાવના ઉત્પન્ન થયેલી હોવાથી જીવ સંવેગપૂર્વક પોતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનીથી લાગે છે. “કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.” ૫. નિજ હિતની દષ્ટિઃ પૂર્ણતાનું લક્ષ નિરંતર રહેતું હોવાને લીધે નિજ હિતના પ્રયોજનની દૃષ્ટિ અહીંથી પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ તીક્ષ્ણપણે અને સૂક્ષ્મપણે પ્રવર્તતી થકી પોતાને અહિતથી બચાવે છે. ઉદય કાર્યોની પ્રવૃત્તિ કરવી પડે તેમાં થાક લાગે છે અને તેવો ઉદય જો લંબાય તો ત્રાસરૂપ અનુભવાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy