SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૧ કર્મો આત્માને બાંધે છે ને કર્યો આત્માને રખડાવે છે એમ ન માને પણ જીવ પોતાના વિકારભાવથી બંધાયો છે ને તેથી તે રખડે છે એમ સમજે. ૯) આત્માની તક્ત નિર્મળ દશા તે મોક્ષ તત્ત્વ છે એમ જાણે. આ પ્રમાણે જાગે ત્યારે નવ તત્ત્વોને જાણ્યા કહેવાય. આ નવ તત્ત્વો છે તે અભૂતાર્થ નયનો વિષય છે. અવસ્થાદષ્ટિમાં નવ ભેદો છે; તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર શ્રદ્ધા છે, તેનાથી ધર્મની ઉત્પત્તિ નથી. એ નવ તત્ત્વોની ઓળખાણમાં, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કોણ તથા ખોટા કોણ તેની ઓળખાણ પણ આવી જાય છે. નવ તત્ત્વને જાણ્યા પછી પરમાર્થ સમ્યગ્દર્શન કેમ થાય ? તે નવ તત્ત્વોમાં એકપણું પ્રગટ કરનાર ભૂતાઈ નયથી શુદ્ધ નયપણે સ્થાપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ થાય છે. આ પરમાર્થ સમ્યગ્દર્શનની રીત છે. વ્યવહાર શ્રદ્ધામાં નવ તત્વની પ્રસિદ્ધિ છે પણ પરમાર્થ શ્રદ્ધામાં તો એકલા ભગવાન આત્માની જ પ્રસિદ્ધિ છે. નવા તત્ત્વોના વિકલ્પથી પાર થઈને એકરૂપ જ્ઞાયકમૂર્તિનો અનુભવ કરે તણે ભૂતાર્થ નયથી નવ તત્ત્વો જાણ્યા કહેવાય અને તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર કોઈ રીતે જીવના ભવભ્રમણનો અંત આવે નહિ. શુદ્ધ એકરૂપ આત્માને લક્ષમાં લેવાથી જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનો વિષય ખરેખર અભેદરૂપ જ્ઞાયક ભગવાન આત્મા જ છે. અખંડ ચૈતન્ય વસ્તુનો આશ્રય કરતાં ભૂતાઈ નયથી એકપણ પ્રાપ્ત થાય છે. જેમાં નિમિત્તની અપેક્ષા નથી અને ભેદનો વિકલ્પ નથી એવા શુદ્ધ ત્રિકાળી સ્વભાવ તરફ વળીને અનુભવ કરતાં ચૈતન્યનું એકપણું પ્રાપ્ત થાય છે અને તે અનુભવમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, તે સમ્યગ્દર્શન છે. ત્યાંથી અપૂર્વ આત્મધર્મની શરૂઆત થાય છે. આ સમજવા માટે સત્સમાગમે અભ્યાસ કરવો જોઈએ. સંસારની તીવ્ર લોલુપતા ઘટાડીને સત્સમાગમ કરતાં આત્મસ્વભાવનું શ્રવણ-મનન અને રુચિ કર્યા વગર અંતરમાં વળે શી રીતે ? ૫. જીવ અને અજીવની સમય સમયની સ્વતંત્રતા કબૂલ કરીને સાત તત્ત્વોને જાણે તેને તો વ્યવહાર સમ્યગ્દર્શન થયું; અને વિકલ્પ રહિત થઈને અંતરમાં અભેદ ચૈતન્યતત્વનો અનુભવ અને પ્રતીત કરે ત્યારે પરમાર્થ સમ્યગ્દર્શન થાય છે, તે જ આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય છે. એ સિવાય જગતના કોઈ બાહ્ય કર્તવ્યને આત્માર્થી જીવ પોતાનું કર્તવ્ય માનતો નથી. તીવ્ર વૈરાગ્ય સહિત આત્મરુચિ તે સમ્યકત્વનું કારણ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે કે હે ભવ્ય આત્માઓ!આત્માના અભેદસ્વરૂપનો અનુભવ કરતાં પહેલાં વચ્ચે નવ તત્ત્વની ભેદરૂપ પ્રતીતિ આવ્યા વિના રહેતી નથી, પણ તે નવ તત્ત્વના ભેદરૂપ વિચારના આશ્રયે અટકવાથી સમ્યક આત્મા અનુભવમાં આવતો નથી, પણ તે ભેદનો આશ્રય છોડીને-રાગમિશ્રિત વિચારનો અભાવ કરીને, અભેદસ્વભાવ સન્મુખ થઈને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ અને પ્રતીત કરતાં સમ્યક શ્રદ્ધા થાય છે તે આત્માના કલ્યાણનો ઉપાય છે. તે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy