SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ૯) ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા અંતરમાં જોવા આ જીવ જાય ત્યારે ગુણભેદના વિકલ્પો તેને રહેતા નથી. ૧૦) સમસ્ત સ્વરૂપ અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મા દેખાય છે. વિકલ્પો વિષમભાવ છે. વિષમભાવમાં આત્મા દેખાતો નથી. શાંત ચિત્તરૂપ સમભાવમાં - નિર્વિકલ્પભાવમાં આત્મા સાક્ષાત્ દેખાય છે, અનુભવાય છે. ૧૦ સમ્યગ્દર્શન શું અને તેને કોનું અવલંબન? : ૧. સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે; સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨. આ સમગ્દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું” આવો વિકલ્પ કરવો તે પણ શુભ રાગ છે. તે શુભ રાગનું અવલંબન પણ સમ્યગ્દર્શનને નથી; તે શુભ વિકલ્પને અતિક્રમતા સમ્યગ્દર્શન થાય છે. ૩. સમ્યગ્દર્શન પોતે રાગ અને વિકલ્પ રહિત નિર્મળ ગુણ છે, તેને કોઈ વિકારનું અવલંબન નથી પણ આખા આત્માનું અવલંબન છે - આખા આત્માને સ્વીકારે છે. ૪. એકવાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લીધો ત્યાં સમ્યજ્ઞાન થયું. અખંડ સ્વભાવનું લક્ષ એ જ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી છે. અખંડ સત્ય સ્વરૂપને જાણ્યા વિના, શ્રદ્ધા કર્યા વિના હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, અબદ્ધસ્પષ્ટ છું એ વગેરે વિકલ્પો પણ આત્માની શુદ્ધિ માટે કાર્યકારી નથી. ૫. એકવાર અખંડ જ્ઞાયકસ્વભાવનું લક્ષ કર્યું પછી જેવૃત્તિ ઉઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે પરંતુ તે સ્વરૂપને રોકવા સમર્થ નથી; કેમ કે શ્રદ્ધામાં તો વૃત્તિ વિકલ્પ રહિત સ્વરૂપ છે; તેથી વૃત્તિ ઉઠે તે શ્રદ્ધાને ફેરવી શકે નહિ. જો વિકલ્પમાં અટકી જાય તો તે મિથ્યાદષ્ટિ છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે. ૬. સમયસારમાં કહ્યું છે :“છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધએનયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખો તે સમયનો સાર છે.” - ગાથા ૧૪૨ આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી બંધાયેલો નથી' એવા બે પ્રકારના ભેદના વિચારમાં તે તો નયનો પક્ષ છે; હું આત્મા છું, પરથી જુદો છું' એવો વિકલ્પ તે પણ રાગ છે, એ રાગની વૃત્તિને - નયના પક્ષને ઓળંગે તો સમ્યગ્દર્શન પ્રગટે. “હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું” એવી વિચાર શ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને તે જ શુદ્ધાત્મા છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy