SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ‘‘વિધ વિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે; પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે.’’-૭૭ ગાથાર્થ : જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. જીવ પોતાના પરિણામને જાણવા છતાં પુદ્ગલ સાથે કર્તા-કર્મપણું નથી. પુદ્ગલ કર્મના ફળને જાણવા છતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે કે નહિ ? તેનો ઉત્તર કહે છે ‘પુદ્ગલ કરમનું ફળ અનંતુ જ્ઞાની જીવ જાણે ભલે; પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે.’ ગાથાર્થ : જ્ઞાની પુદ્ગલકર્મનું ફળ કે જે અનંત છે તેને જાણતો હોવા છતાં પરમાર્થે પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. 26 - વિશેષાર્થ : જ્ઞાની રાગાદિને જાણતો હોવા છતાં તે તેમાં અંતર્વ્યાપક થતો નથી, રાગને તે પોતાના જ્ઞાનથી બાહ્યસ્થિત જાણે છે, એટલે રાગાદિની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં તે જરાપણ વ્યાપતો નથી, તેમાં જરા પણ તન્મય થતો નથી, તેને જ્ઞાનસ્વરૂપમાં ગ્રહણ કરતો નથી, તેમાં એકતારૂપે પરિણમતો નથી. તે રાગ રૂપે ઉજ્જતો નથી; તે રાગને જાણતી વખતે રાગથી ભેદજ્ઞાનપણે જ પરિણમે છે, જ્ઞાનસ્વરૂપને જ સ્વપણે ગ્રહણ કરીને તેમાં એકતારૂપે પરિણમે છે, રાગથી જુદા જ્ઞાનપણે જ ઊપજે છે. નિર્મળ પર્યાયની અનુભૂતિને આત્મા સાથે અભેદતા હોવાથી તે અનુભૂતિને નિશ્ચયથી આત્મા જ કહ્યો; અને રાગાદિ ભાવોને તે અનુભૂતિથી ભિન્નતા હોવાથી તે રાગાદિને નિશ્ચયથી પુદ્ગલના જ કહ્યા. આમ ભેદજ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને સ્વ-પરની સ્પષ્ટ વહેંચણી થઈ જાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે નિર્મળભાવો છે તે જ આત્માના પરિણામ છે, ને તે નિર્મળભાવોના આદિ-મધ્ય-અંતમાં સર્વત્ર આત્મા પોતે જ અંતર્થાપક છે, માટે જ્ઞાનીને પોતાના નિર્મળ પરિણામો સાથે જ કર્તા-કર્મપણું છે, રાગાદિ સાથે કર્તા-કર્મપણું નથી. નિર્મળ પરિણામરૂપે પરિણમતા જ્ઞાનીને વિકાર સાથે જરા પણ કર્તાકર્મપણુ નથી. ધર્મી રાગને જાણે ને નિર્મળ પરિણામને ય જાણે, પણ તેમાં એટલો ફેર છે કે રાગને જાણતાં તેની સાથે કર્તા-કર્મપણું નથી, અને નિર્મળ પરિણામને જાણતાં તેની સાથે કર્તા-કર્મપણુ છે; એટલે કે રાગને તો પરજ્ઞેયપણે જાણતા થકા તેનો અકર્તા રહે છે ને નિર્મળ પરિણામને સ્વજ્ઞેયપણે જાણતા થકા તેની સાથે કર્તા-કર્મપણ પ્રવર્તે છે. રાગને જ્યાં શુદ્ધ સ્વજ્ઞેયથી ભિન્ન જાણ્યો ત્યાં રાગ તરફનું પુરુષાર્થનું જોર તૂટી ગયું, ને સ્વજ્ઞેય સન્મુખ પુરુષાર્થ વળ્યો - જુઓ આ જ્ઞાનીને ઓળખવાની રીત કહેવાય છે. જગતના ભયથી નીતિનિપુણ પુરુષો પોતાના ધર્મમાર્ગને છોડતા નથી. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં જ્ઞાનીને આખા જગતની ઉપેક્ષા થઈ. જગતનું કોઈ તત્ત્વ મારી નિર્મળ પરિણતિનું કારણ નથી, મારી નિર્મળ પરિણતિનું કારણ મારો આત્મા જ છે. મારા આત્મા સિવાય જગતના તત્ત્વો મારાથી બાહ્ય છે, તેનો મારા અંતરમાં પ્રવેશ નથી, તો બહાર રહીને મારામાં તેઓ શું કરે ? દ્રવ્ય-ગુણને નિર્મળ પર્યાયના પિંડરૂપ શુદ્ધાત્મા તે જ મારું અંતરંગ તત્ત્વ છે. આમ જે અનુભવે છે તે જ જ્ઞાની છે, તે જ ધર્મી છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy