SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ તેવા પરિણામો સહજ આપોઆપ ઉત્પન્ન થાય છે. અહીંથી ભેદજ્ઞાનની પૂર્વભૂમિકા ચાલુ થાય છે. વિકલ્પમાત્રમાં દુઃખ લાગે છે. સ્વકાર્ય કરવાની શીઘ વૃત્તિ હોય છે. અંતર-બાહ્ય નિવૃત્તિની ચાહનાપૂર્વક સ્વકાર્ય કરવાની ધગશ રહ્યા કરે છે. પાત્રતાના આનુષાંગિક પરિણામોમાં બ્રહ્મચર્યની ચાહના રહે છે. જ્ઞાનમાં મધ્યસ્થતા અને નિર્માનતા કેળવાતા જાય છે. એકાંતપ્રિયતા અને અલ્પ પરિચયવૃત્તિ રહે છે. રાગ-રસ મંદ થયો હોવાથી આહાર-વિહાર-નિહારમાં નિયમિતતા રહે છે. સામાન્ય જગતના જીવથી અને સામાન્ય મુમુક્ષુથી વિશેષ યોગ્યતાવાળો હોવા છતાં પોતાના ગુણોને અને ગુરુતાને ગોપવે છે. તથા પ્રકારના માન અને પ્રતિષ્ઠાથી(પ્રસિદ્ધિથી) દૂર રહેવા ચાહે છે. તેમ થવામાં ક્યાંય આડંબર અને કૃત્રિમતા ન થાય તેથી વિચક્ષણતા પણ રખાય છે. તત્ત્વમાં ક્યાંય પૂર્વાપર વિરોધતા ભાસતી નથી, અસમાધાન થતું નથી. નિઃશંકતા આવી જવાથી, આગામી ભવોમાં નીચ ગતિ સંબંધી પોતાને શંકા પડતી નથી. આવી નિઃશંકતાને જ્ઞાનીઓએ મુક્તિના ભણકારા ગણાવ્યા છે. ૨. સમ્યફ સન્મુખ જીવની દશાઃ સમ્યફ સન્મુખ જીવની તત્ત્વ અભ્યાસ, સ્વરૂપ ચિંતવન - મંથનની પરિણતિ કેવી હોય છે? ૧. “હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું” એમ જ્ઞાયકના લક્ષે અભ્યાસ થાય છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું એમ જોર રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. આ ચૈતન્યભાવ પરિપૂર્ણ અનંત ગુણોનો ભંડાર વસ્તુ છે એમ જોરમાં રહે છે. એ જીવને અંદર એવી લગની લાગે છે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. ૨. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે “હું આવો મહાન પદાર્થ” એમ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી ધૂન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ પણ એમ જ લાગે કે આ હું...આ હું...એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પોથી છૂટી અંદરમાં ઉતરી જાય છે. ૩. અહીં પ્રયોગની વાત ચાલે છે, માત્ર વિચાર કરવાની વાત કરી નથી. જો કે વિચારદશા વિના જ્ઞાનદશા થતી નથી. તત્ત્વની વિચારણામાં પણ સ્થૂલ વિચારણા છોડીને સૂક્ષ્મ વિચારણા ચાલે. તે પછી જ્ઞાનદશા થવી સંભવે છે. જ્ઞાન અને શ્રદ્ધાની સાથે વીર્ય ગુણની પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતાં વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતાં પ્રયોગમાં આવે છે, પલટાય છે. માત્ર વિચાર એટલે કે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં રોકાવું, તેમાં કાંઈ પુરુષાર્થનો ઉપાડ નથી. પરંતુ જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવ્યું તેની મહાનતાની મહિમા અંતરંગમાં એટલી હદે વધતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય કે હું આવો મહાન છું'. આમ સ્વરૂપના અપૂર્વ મહિમાપૂર્વક નિજને અનુભવવાનો પ્રયાસ થવો તે પ્રયોગ છે. ૪. આ પ્રકારના નિજ સ્વરૂપના મહિમાના અભાવમાં જગતના સર્વ પદાર્થની કિંમત ઊડી જાય છે,
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy