SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અને અનાદિનું દીનપણું છે તેમાં મૂળમાંથી ફેર પડે છે. વિચારની સાથે અઘ્ધરથી ધૂન ચાલે છે કે જેમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી જ, પરંતુ રાગની મંદતા કે પૂર્વ પર્યાયનું અવલંબન પણ નથી. આ ધૂનમાં એક ‘જ્ઞાયક સ્વભાવ’ માત્ર વિષય છે. ૫. હવે એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું નથી, તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિવાળો અને અન્ય સર્વથી ઉદાસીનતાવાળો ભાવ છે. કહેવા(બોલવા)માત્ર નથી, પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહિ તેવી ખાત્રી જ્ઞાનીઓએ આપી છે. ૬. વળી આવા વિશિષ્ટ પરિણમનમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ જોતા જણાય છે કે તેને બહાર આવવું ગોઠે નહિ. રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે. અને જ્યાં પોતાના પરમાત્મા દ્રવ્યની અનન્ય રુચિ થઈ ત્યાં બહાર આવવું કેમ ગમે ? ૭. આવા આત્માર્થી જીવને ઉદયમાં આવી પડેલાં પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે. આવી પડેલી આફત જેવા લાગે છે. જો કે આત્માની રુચિ થવા છતાં હજુ અહીં વિકલ્પ છે. પરંતુ વિકલ્પ પર વજન નથી, તેથી તેનું જોર નથી. પરંતુ સર્વ સમયે સ્વરૂપના લક્ષે જ સાધના થાય છે. ‘આ હું...આ હું...’ એમ અંદરથી - ઊંડાણથી લાગે છે તે પ્રકારે સ્વભાવ ઉપર ઘોલનનું જોર છે. ઘોલનમાં સ્કૂલ વિકલ્પો રહેતા નથી. વિકલ્પો સૂક્ષ્મ થઈ જાય છે. નિર્વિકલ્પ સ્થિતિ થતાં પહેલાં આવી જાતના વિકલ્પની સ્થિતિથી શરૂઆત થાય છે એ પણ સહજ છે. વિકલ્પના રસનો મહિમા ન આવે એ સાવધાનીપૂર્વકની આ સ્થિતિ છે. ૮. અહીં નિજમાં નિજબુદ્ધિ થતાં દ્રવ્યસ્વભાવ પોતારૂપે પ્રથમ લાગે છે. લાગવું એટલે ભાવભાસન થવું. લાગવું એટલે તેની અસર થવી. અહીં માત્ર સામાન્ય લાગવું નથી. પરંતુ તેનું જોર વધતાં તપ સ્વીકાર પરિણમન થઈ જાય છે. તેમાં વિકલ્પ છૂટીને અંદર ઉતરી જાય છે. ૯. આ રીતે નિર્વિકલ્પ સમ્યગ્દર્શનની દશા ઉત્પન્ન થયા પહેલાં તેના કારણરૂપ (વ્યવહારથી) સ્વસન્મુખ મતિ, શ્રુતજ્ઞાનની દશા, અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોરવાળું પરિણમન થતાં સમસ્ત ગુણોના પરિણમનને સ્વદ્રવ્યકાર ભાવે પરિણમાવી સર્વગુણાંશ તે સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંત ભવનું છેદક છે. આત્માના બધા જ ગુણોનું પરિણમન એકી સાથે ભૂમિકા અનુસાર થઈ જાય છે. જેવું દ્રવ્ય સ્વભાવમાં છે, તેવો વીતરાગ ભાવ અનંત શક્તિરૂપ અંદર પડેલો છે એવો વીતરાગભાવ એક સમય માટે પર્યાયમાં પ્રગટ થવા તૈયાર થાય છે. ૧૦. પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિ-શ્રુતના વિકલ્પો તૂટી જાય છે. ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે. અને ભોયરામાં ભગવાન દર્શન પ્રાપ્ત થાય, તેમ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભવની કળા હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા આવી જાય છે. કેવળજ્ઞાન સાથે કેલી શરૂ થાય છે. સમ્યગ્દર્શન થયા પહેલાં પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. અંતરંગ પરિણામોની સ્થિતિ થયા વિના કોઈને કદી નિશ્ચય સમ્યગ્દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી. તેમ સમજવા યોગ્ય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy