________________
૫૭.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવા તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાઇ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ધરિત. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રામિ શ્રી સદ્ગુરુ વડે, જિનદર્શન અનુયોગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદ લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. મંદ વિષય અને સરળતા, સહ આજ્ઞા વિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર, મહાભાગ્ય. નહિ તૃષણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહા પાત્રને માર્ગના, પરમ યોગ જિતલોભ. આવ્યો બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતા નહિ વાર. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. સકળ જગ તે એઠવંત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. વર્ત નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થ સમકિત. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. સમ્યજ્ઞાન :
જ્ઞાન આત્માનો ગુણ છે. જાણવું એની પર્યાય અર્થાત્ કાર્ય છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાનને સમજ્ઞાન અને મિથ્યાદર્શન સહિત જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. જ્ઞાનના સમ્યપણા અને મિથ્યાપણાનો નિર્ણય લૌકિક વિષયોની સામાન્ય નિર્ણયોની સચ્ચાઈ પર આધારિત નહોતાં સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની
ઉપસ્થિતતાના આધાર પર છે. સમ્યગ્દર્શનની પરિભાષાઓઃ ૧. જે જે પ્રકાર જીવાદિ પદાર્થ અવસ્થિત છે તે તે પ્રકારે એમને જાણવા તે સમ્યજ્ઞાન છે. ૨. જે જ્ઞાન વસ્તુના સ્વરૂપનો ન્યૂનતારહિત-અધિકતારહિત-વિપરીતતારહિત જેવું છે તેવું સંદેહરહિત
જાણે છે એને સમ્યજ્ઞાન કહે છે.