SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ અધિકપણાનું લક્ષ છોડીને અને ધ્રુવ જ્ઞાયકભાવ એકનું લક્ષ કરીને-અનુભવ કરતાં, અનિયતપણું જુઠું છે, હીન-અધિકપણું કાંઈ નથી; માત્ર ધ્રુવ... ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે ૧૮૬ જ્ઞાનપર્યાય જ્યાં સુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે, તેમાં આખા દ્રવ્યનું - પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં તેનું જ્ઞાન થવું તે પરિજ્ઞાન પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું, ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી, એ તો અજ્ઞાન છે. પરિપૂર્ગની પ્રતીતિ એ સમ્યગ્દર્શન છે. અને પરિપૂર્ણમાં સ્થિરતા એ સમ્યચ્ચારિત્ર છે. ૧૮૭ આત્માનો જે સહજ, આનંદ, બોધરૂપ સ્વભાવ અંદર પડેલો છે એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે વર્તમાન વિકારી દશાને ગૌણ કરી એક જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરતાં આનંદનો અનુભવ થાય છે. ૧૮૮ અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષ સ્વરૂપે બીરાજે છે. એવા નિજ સ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા - નિર્મળ દશા ઉત્પન્ન થાય છે એ મોક્ષ પંથ છે. અંતર સ્વભાવના આશ્રમમાં જે અપ્રમત ભાવ ઉત્પન્ન થાય છે તે શિવમાર્ગ - મુક્તિમાર્ગ છે. નિર્ગથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભ રાગ આવે છે તે જગ-પંથ છે. કાયરના તો કાળજા કંપી ઊઠે એવી આ વાત છે. ૧૮૯ ભગવાન ત્રિલોકીનાથ દિવ્ય ધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતાં હતાં કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ, આનંદ સ્વરૂપ, વીતરાગ સ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતાં જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષે જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે. ૧૯૦પર્યાયનયથી આત્માને જે કર્મનો સંબંધ, રાગ, અનેકતા તથા ગુણભેદ છે તે સત્ય છે, અવસ્તુ નથી; પરંતુ તેના લક્ષે સમ્યગ્દર્શનાદિની પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સમ્યગ્દર્શનના પ્રયોજનની સિદ્ધિ તો એકમાત્ર અભેદ, અખંડ, એકરૂપ ત્રિકાળી જ્ઞાયકનું લક્ષ કરી આશ્રય કરવાથી થાય છે. તેથી જ પ્રયોજનની - સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ હેતુ, ત્રિકાળીને મુખ્ય કહી, નિશ્ચય કહી, સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. તથા પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહી અસત્યાર્થ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. આમ છતાં પર્યાય છે જ નહિ એમ માનીને દ્રવ્યનો આશ્રય કરવા જાય તો તે બનતો નથી, કેમ કે દ્રવ્યનો આશ્રય તો પર્યાય કરે છે. માટે પર્યાય નથી એમ માનતાં આશ્રય કરાવવાવાળું કોઈ રહેતું નથી. અને તો પછી જેનો આશ્રય કરવો છે એ દ્રવ્યવસ્તુ પણ દષ્ટિમાં આવતો નથી. ભેદોની અપેક્ષાએ ભેદો સત્ય છે. છતાં એ ભેદોનું લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. એ બધી
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy