________________
૨૯ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ સાત તત્ત્વો પ્રયોજનભૂત છે. એટલે કે તેનું જ્ઞાન કરવું પ્રયોજનભૂત છે. આ તત્ત્વો જેમ છે તેમ જાણે તો જ તેની સાચી શ્રદ્ધા થાય અને ભૂલ મટે એટલે દુઃખ મટે, દુઃખથી છૂટીને સુખી થવું હોય તેણે જીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ ઓળખવું. શુદ્ધ દષ્ટિથી તેમાં શુદ્ધ જીવ જ ઉપાદેય છે, અજીવ તો ભિન્ન છે; આસ્રવ ને બંધ દુઃખના કારણો છે; સંવર-નિર્જરા તે સુખના કારણો છે; ને મોક્ષ પૂર્ણ સુખરૂપ છે. ૧) સાત તત્ત્વોમાં ચેતનરૂપ જીવ'. ૨) ચેતન વગરના પુગલ વગેરે પાંચ દ્રવ્યો અજીવ'. ૩) મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવો જેના નિમિત્તથી કર્મો આવે અને બંધાય તે આસ્રવ અને બંધ. ૪) સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધ આત્માનું ભાન થતાં અને તેમાં લીનતા વડે શુદ્ધતા થતાં નવા કર્મો ટકે અને જૂના ખરે તે સંવર-નિર્જરા. (૫) અને સંપૂર્ણ સુખરૂપ તથા કર્મના સર્વથા અભાવરૂપ મોક્ષ છે.
આવા તત્ત્વોને ઓળખે ત્યારે મિથ્યાત્વ ટળે છે. તેથી પોતાના હિત માટે સાત તત્ત્વોનું જ્ઞાન ઉપયોગી છે; જરૂરનું છે. તત્ત્વને જાણે નહિ અને ધર્મ કરવા માંગે તો થાય નહિ, માટે તે તત્ત્વોને
જાણીને વિપરીતતા ટાળવી જોઈએ. ૪. વ્યવહારથી અને નિશ્ચયથી સાત તત્ત્વોનું સ્વરૂપ
તીર્થની - વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયથી જીવ-અજીવ આદિ નવ તત્ત્વો કહેવામાં આવે છે. ૧) જીવઃ એક સમયની જીવની પર્યાય તેને અહીં જીવ કહે છે. ૨) અજીવ : અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે. ૩) પુણ્ય દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્ય ભાવ છે. ૪) પાપ : હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ રળવા-કમાવવાનો માવ, દુકાન ચલાવવાનો ભાવ તે પાપ ભાવ છે. ૫) આસવ : પુણ્ય અને પાપ બન્ને ભાવ એ આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સૂવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસ્રવ છે. આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ આસ્રવ છે અને એના સંબંધમાં નવા દ્રવ્ય કર્મ આવે તે દ્રવ્ય આસવ છે. ૬) સંવર: આત્મા શુદ્ધ સ્વરૂપે પૂર્ણ છે. પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે ભાવ સંવર છે અને તે સમયે કર્મનું આવવું અટકે એ દ્રવ્ય સંવર છે. ૭) નિર્જરા સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, શુદ્ધતાનું વધવું એ ભાવ નિર્જરા છે અને સમયે દ્રવ્ય કર્મનું ખરવું તે દ્રવ્ય નિર્જરા છે.