SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ૫૩. અરે ! ભગવાન, તેં તારી જાતને જાણી નહિ! ભગવાન આત્મા નિત્ય ધ્રુવ, ત્રિકાળ એકરૂપ, પરમ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતરસન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ પરમ શુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકભાવની દષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમનરૂપ થયું. એ જ્ઞાન પરનું, નિમિત્તનું કે શેયનું કાર્ય છે એમ નથી. પોતાની જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એનું પોતાનું કાર્ય છે. ૫૪. આદિ - અંત રહિત ધ્રુવ જ્ઞાયકભાવ અનાદિ અનંત સત્તારૂપ છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે હોં! પર્યાય તો વિનાશક છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય હોય તો પણ તે એક સમયની પર્યાય છે તેથી વિન શક છે. આ તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે ચૈતન્યપ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે તે અનાદિ અનંત અવિનાશી ચીજ છે. ૫૫. અરે ! આ તો અંતરની નિજઘરની વાત લોકોએ સાંભળવાની દરકાર કરી નથી. અંદરમાં જ્ઞાયક જે ચૈતન્યના નૂરનું પૂર ભર્યું છે તે કદીય શુભાશુભ ભાવરૂપ થતું નથી અને તેથી કહે છે કે આત્મા પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. આત્મા શરીર, મન, વાણી અને જડકર્મપણે તો થતો નથી પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભઅશુભ ભાવપણે પણ થતો નથી એવી જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર સન્મુખ થઈ જેણે જ્ઞાયકને જાણ્યો અનુભવ્યો તેને મુક્તિના કહેણ મળી ગયા. ૫૬. ઔપશમિકાદિ એ ચાર ભાવો પર્યાયસ્વરૂપ છે અને તેથી તેમના આશ્રયે આત્મા જણાય તેવો નથી. ધ્રુવ, નિત્યાનંદસ્વરૂપ આત્મા પોતાના આશ્રયે જ જણાય એવો છે. આવો ત્રિકાળ શુદ્ધ આત્મા જ દષ્ટિનો-નજરનો વિષય છે. તે સમ્યગ્દષ્ટિને ગમ્ય છે, ગોચર છે. અનુભવગમ્ય છે, અનુભવગોચર છે. ૫૭. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. જૈન શાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈન એટલે અંદર જે આ ધ્રુવ જ્ઞાયકભાવ બીરાજે છે જે કદીય રાગરૂપ-જડરૂપ-મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકની સન્મુખ થઈને એને જ્ઞાન અને દષ્ટિમાં લે તેને જૈન કહે છે. જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. ધર્મના બહાને બહારમાં હો-હા કરે, પુણ્યની ક્રિયાઓ કરે, રથ-વરઘોડા કાઢે, પણ એ બધા તો રાગ છે, અને રાગ તે આત્મા નથી તથા આત્મા કદીય રાગરૂપ નથી. જ્ઞાયકમાં રાગનો અભાવ છે અને રાગમાં જ્ઞાયકનો અભાવ છે. આમ હોવા છતાં અજ્ઞાનીઓ કહે છે કે શુભ ભાવ કરતાં કરતાં ધર્મ થાય એ મોટી અચરજની વાત છે. રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ થાય? એમ કદીય બને નહિ. તેથી આત્મા જે એક જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્તના ભેદરૂપ નથી એમ ન્યાય કહ્યો. ૫૮. અહા! નિત્ય જે ધ્રુવ સ્વભાવ છે, ત્યાં અંદર લક્ષ જતાં શુદ્ધતા ઉત્પન્ન થાય ત્યારે એણે દ્રવ્યની સેવા
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy