SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ઢંકાઈ ગયો છે એમ કહેવાય છે. અને જ્ઞાયકના આશ્રમમાં તેનો અનુભવ થાય છે ત્યારે તે પ્રગટ થયો એમ કહેવાય છે. ૧૨૯ આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થવાથી જ્ઞાની રાગથી ભિન્ન પડી પોતાના પુરુષાર્થ દ્વારા અખંડ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવનો આશ્રય કરી જેમાં એક ગ્લાયકભાવ પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. ૧૩૦ભૂતાર્થદર્દીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધાત્માને અનુભવે છે અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે, અને ચૈતન્યદળ, અનંત ગુણોનું અભેદ દળ, જે જ્ઞાયક આત્મા એનું ધ્યેય છે. આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. “જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ આ તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાન એ જ સત્ય પુરુષાર્થ છે. ૧૩૧ કર્મથી, રાગથી તથા પર્યાયથી પણ ભિન્ન એવો પોતાનો જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન આત્મા છે એમ જેમને દષ્ટિ થઈ છે તેમણે વ્યવહાર નય અનુસરવા યોગ્ય નથી. રાગનું, ભેદનું કે પર્યાયનું યથાસ્થિત જ્ઞાન ભલે હો પણ તેનો અનુભવ કે આશ્રય કરવા યોગ્ય નથી ૧૩ર ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનથી આત્મા જેવો પ્રત્યક્ષ જોયો તેવો કહ્યો છે. જેના મતમાં સર્વજ્ઞનો સ્વીકાર નથી તેમાં સત્યાર્થ વસ્તુ હોઈ શકે નહિ. સર્વશનો સ્વીકાર વિના આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે એવી દષ્ટિ હોતી નથી. વસ્તુતઃ આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે તો પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે. ૧૩૩ જીવને અનાદિકાળથી પર્યાયબુદ્ધિ ચાલી આવે છે. અંદરમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન પોતે બીરાજે છે તેને દષ્ટિમાં કદીય લીધો નથી. અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પુણ્યનો પક્ષ, રાગનો પક્ષ, પર્યાયનો પક્ષ તથા વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ પક્ષ પ્રાણીઓને અનાદિ કાળથી છે. આવી રીતે પરસ્પર વ્યવહારના પક્ષરૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા છે. ૧૩૪ અહાહા...! એક વાર તું દષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થશે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક..જ્ઞાયક જ્ઞાયક, ધ્રુવ ધ્રુવ ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. ૧૩૫ શુદ્ધ નયને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ત્રિકાળીશુદ્ધ આત્મતત્વને ઓળખી તેમાં મગ્ન થવું એ જ મુખ્ય કર્તવ્ય છે. ૧૩૬ વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું કે વ્યવહારોદષ્ટિ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતાં નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy