SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ * - ૩૯૮ ગાથા ૫૬ : પરમ બુદ્ધિ કૃય દેહમાં, સ્થૂળ દેહમતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ભાવાર્થ: કોઈ દુબળા શરીરવાળા જીવને ઘણી બુદ્ધિ હોય છે અને જાડા શરીરવાળા જીવને થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો શરીર તે જ આત્મા હોય તો આવો વિરોધ હોય નહિ. ગાથા ૫૭ઃ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ભાવાર્થ જડ અને ચેતનનો સ્વભાવ સંપૂર્ણ રીતે સ્પષ્ટ જુદો છે, અર્થાત્ બન્ને જુદા હોવાથી ભડકે ચેતન એકબીજાનું કાંઈ કરી શકે નહિ; તેઓ એકમેકપણું પામતા નથી. અને ત્રિકાળ બેપણું ટકાવી રાખે છે. ગાથા ૫૮ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ભાવાર્થ : પોતાના હોવાપણાની શંકા આત્મા પોતે જાતે-પોતાથી કરે છે; એવી શંકાનો કરનાર તે જ આત્મા છે એવું પોતે જાણતો નથી એ પાર વગરનું આશ્ચર્ય છે. શંકાઃ ગાથા ૫૯ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ભાવાર્થ આત્માના હોવાપણાના આપશ્રીએ કારણો સમજાવ્યા તેનો આત્મા સાથે વિચાર કરતાં આત્માનું હોવાપણું જણાય છે. ગાથા ૬૦ઃ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ભાવાર્થ: હવે મને આત્મામાં બીજી શંકા થાય છે કે આત્મા નાશ વિનાનો નથી અને તે દેહના રજકણ ભેગાં થવાથી ઊપજે છે અને દેહનો નાશથી તેનો નાશ થાય છે. ગાથા ૬૧ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ભાવાર્થ અથવા સર્વ પદાર્થો દરેક ક્ષણે બદલાય છે તેથી ક્ષણમાત્રટકનારા છે એવા અનુભવથી જોતાં મને આત્મા પણ કાયમ ટકનારો જણાતો નથી. સમાધાન : ગાથા ૬૨ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ૫; ચેતનના ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ભાવાર્થ શરીર માત્ર પરમાણુનો જથ્થો છે. વળી તે જ્ઞાન વગરનું, રૂપ વગેરેવાળું દેખી શકાય એવું છે. તો પછી ચેતન ઊપસ્યું અને તેનો નાશ થયો તે કોના જ્ઞાનના આધારે જાણ્યું? ગાથા ૬૩ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; ને તેથી જુદા વિના, થાયન કેમે ભાન. ભાવાર્થ: જેના જ્ઞાનના આધારે એ ઊપજવાનું અને નાશનું જાણપણું થાય છે, તે ઉત્પત્તિ અને નાશથી જુદા પદાર્થ વગર કોઈ પણ રીતે તેવું ભાન થાય નહિ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy