SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ૪) પોતે જ સ્વતંત્ર રીતે દોષ કરે છે અને પોતે જ પાછો વળે છે. માટે સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ કેમ કરવા તે પોતાના હાથની વાત છે, સ્વરૂપની સમજણ પર તેનો આધાર છે. જેમ રાગ-દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. તેણે જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. ૫) ગમે તેવા સંયોગો આવે તો પણ આકુળતા ન કરવી, બહુ ખેદ ન કરવો. પોતે પોતાનો જ્ઞાતા સ્વભાવ ઓળખવો, વિભાવથી છૂટાં પડવું, આત્મામાં જવું, તે બધું પોતે સ્વતંત્ર કરી શકે છે. આ સત્ય પુરુષાર્થની વાત છે. ૬) જો જીવ વિકારી પરિણામ પુરુષાર્થ દ્વારા ટાળી ન શકે તો પરાધીન થઈ જાય. રાગ-દ્વેષ જો કર્મ કરાવે તો હવે હું શું કરું એવી લાચારી આવી જાય, તો સર્વ ઉપદેશ નિષ્ફળ જાય. ૭) કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી -પોતે પુરુષાર્થની નબળાઈને લીધે- અજ્ઞાનતા, મિથ્યાત્વ તથા અસંયમથી રાગ-દ્વેષમાં જોડાય છે. ૮) જોડાવું કે ન જોડાવું તે પોતાના હાથની વાત છે. મૂળ સ્વભાવને ઓળખીને પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. ૯) ભગવાનનો દિવ્ય ધ્વનિ કહે છે તે જીવો! તમે સ્વતંત્ર છો... સ્વતંત્ર છો ! દ્રયથી, ગુણથી, પર્યાયથી પણ સ્વતંત્ર છો, પરાધીનતાને યાદ કરશો નહિ. ૧૦) આવા પરિપૂર્ણ અખંડ-અભેદ જ્ઞાયક સ્વભાવના આશ્રયે પાત્ર જીવો પોતાના સ્વભાવ તરફ વળીને સમ્યગ્દર્શન પામી જાય છે – આત્માની અનુભૂતિ કરી લે છે. ૪૩. વસ્તુસ્વરૂપનો મહા સિદ્ધાંતઃ (સુખી થવાનો ઉપાય) ભગવાન સર્વજ્ઞ દેવે જોયેલો વરતુસ્વભાવ કેવો છે, તેમાં કર્તા-કર્મપણું કઈ રીતે છે, તે સ્વભાવના નિર્ણયમાં કઈ રીતે મોક્ષમાર્ગ આવે છે એવું ભેદજ્ઞાન કરાવવાના આશયથી વીતરાગ માર્ગના રહસ્યભૂત સ્વતંત્રતાની ઘોષણા કરતાં કહેવામાં આવ્યું છે કે સર્વજ્ઞદેવે કહેલાં આ પરમ સત્ય વીતરાગ વિજ્ઞાનને જે જીવ સમજશે તેનું અપૂર્વ કલ્યાણ થશે. વસ્તુ પોતે પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા-કર્મપણું નથી એ સિદ્ધાંત નીચેના ચાર બોલથી સમજીએ. ૧) પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે - કાર્ય છે. ૨) તે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના હોય છે, અન્યના નહિ; કેમ કે પરિણામ પોતપોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્યના) આશ્રયે હોય છે; અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy