SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ૩) કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતાં નથી. ૪) વસ્તુની સદા એકરૂપ સ્થિતિ(કૂટસ્થતા) હોતી નથી, કેમ કે દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે. આ રીતે આ વિશ્વમાં (લોકમાં) છ યે દ્રવ્યો, અનંત આત્માઓ(જીવ), અનંતાઅનંત પુદ્ગલ પરમાણુઓ(અજીવ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ બધા સ્વયં પોતે જ પોતાના પરિણામરૂપ કર્મના કર્તા છે. એ વસ્તુસ્વરૂપનો વાસ્તવિક મહા સિદ્ધાંત છે. જેમના જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને આચરણમાં આ સિદ્ધાંત યથાર્થ રીતે આવે છે તે જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરી, પરંપરાએ મોક્ષદા પ્રગટ કરી અનંત સુખને પ્રાપ્ત કરે છે. ૪૪. જ્ઞાનીના જ્ઞાનમાં પરનું નિમિત્ત-કર્તાપણું નથી : ૧) હે ભાઈ ! તારું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કર. તો તને ખ્યાલ આવશે કે આમાં પરનું કર્તૃત્વ કોઈ રીતે સમાઈ શકે તેમ નથી. અરે ! જ્યાં પોતાના વિકારનું પણ કર્તૃત્વ જેમાં ન સમાય તેમાં પરના કર્તૃત્વની તો વાત જ કેવી ? વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પની ભિન્નતા સમજ્યા વગર એકેય વાત સાચી સમજાય નહિ. ૨) જ્ઞાનીની વાત : (૧) ચૈતન્ય સ્વરૂપ આ આત્મા પર દ્રવ્યોનો કર્તા કોઈ રીતે નથી. (૨) જ્ઞાનીને જ્ઞાનભાવમાં પર સાથે નિમિત્ત કર્તાપણું નથી. (૩) જ્ઞાનભાવમાં વિકાર સહિત પોતાના શુદ્ધભાવનું કર્તાપણું છે. અજ્ઞાનીની વાત : (૧) અજ્ઞાની પણ પરદ્રવ્યનો કર્તા ક્યારેય પણ નથી. (૨) અશુદ્ધ એવા યોગ અને ઉપયોગ કર્મમાં નિમિત્ત છે, તેથી અશુદ્ધ રાગાદિ ભાવોનો કર્તા અજ્ઞાની થાય છે. (૩) પરંતુ નિમિત્ત-કર્તાપણું અજ્ઞાનીના ક્રોધાદિ ભાવોમાં છે. ૩) કર્તા-કર્મનું સ્વરૂપ સમજવા માટે વ્યાપ્ય-વ્યાપકપણાનો મહાન સિદ્ધાંત છે. તન્મયપણું હોય ત્યાંજ વ્યાપ્ય-વ્યાપકપણું હોય, જે વ્યાપ્ય-વ્યાપકપણું હોય ત્યાં જ કર્તા-કર્મપણું હોય, કર્તા પોતે પોતાના કાર્યમાં પ્રસરીને તે રૂપે થાય છે, તેથી તે તેનો કર્તા છે. ૪) અ માં કર્મનું કોઈ કાર્ય આવ્યું જ નહિ. એટલે કર્મ આત્માને(જીવને) કોઈ રીતે દુઃખી સુખી કરતાં નથી એ સિદ્ધાંત સમજવો. કર્મનો સિદ્ધાંત વસ્તુસ્વરૂપ સમજવા માટે જ મહત્વનો છે. જ ૪૫. કર્મના સિદ્ધાંતનો સાર ઃ ૧) આ આત્માને કર્મબંધન અનાદિકાળથી છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે; પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy