SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ (અભેદભાવે હું આવોજ છું')સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. જેમાં શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રી છે. ૯) જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. ૧૦) પોતાને જ પ્રભુ સ્થા૫ ! પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર. ૧૧) જે નિજાત્મતત્વની ઓળખાણ થાય છે તે શક્તિરૂપે હોવા છતાં અંતર્મુખપા દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપકભાવે પરિણમવાનો તેનો સ્વભાવ છે. તે દષ્ટિકોણથી સ્વભાવને જોતાં-ભાવતાં શક્તિનું વ્યક્ત પરિણમન થવા લાગે છે. દ્રવ્યાનુસારી શુદ્ધ પરિણમન ઉત્પન્ન થવાનું આ વિજ્ઞાન છે. ૧૨) પ્રસિદ્ધ લક્ષણથી પ્રસાધ્યમાન સ્વભાવની - પરમ તત્ત્વની મહાનતા જ એવી છે કે સમસ્ત જગત ગૌણ થઈ જાય. જગતનું ગૌણપણું કરવા માટે કૃત્રિમ વિકલ્પ અથવા કોઈ અન્ય ચેષ્ટા કરવી પડે નહિ. પ્રથમ શુદ્ધોપયોગનો જન્મ ઉક્ત ભેદજ્ઞાનના પ્રયાસનું ફળ છે અને ત્યારે જ સર્વગુણાંશ એવું સમ્યકત્વ પ્રગટ થાય છે. અહીંથી જ સાક્ષાત મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. આ સમ્યવિધિને યથાર્થ જાણીને અંગીકાર કરવા યોગ્ય છે. વિશેષ જ્ઞાનમાં કેટલી વાત આવે? ૧) ભેદજ્ઞાન ૨) સમ્યજ્ઞાન ૩) આત્મજ્ઞાન ૪) બ્રહ્મજ્ઞાન ૫) અભેદજ્ઞાન. ૧) ભેદજ્ઞાનમાં બે પ્રકાર છે. ૧) શેયાકાર જ્ઞાન ૨) જ્ઞાનાકાર જ્ઞાન. શેયાકાર જ્ઞાન : મતિ-શ્રુતજ્ઞાન - બહારની પ્રસિદ્ધિ - પરથી ભિન્ન કરાવે છે. જ્ઞાનાકાર જ્ઞાન : અંદરની પ્રસિદ્ધિ-પરભાવથી રાગથી ભિન્ન કરાવે છે. પર્યાયથી પણ ભિન્ન કરાવે છે. ભેદજ્ઞાન કરવા માટે અગીયાર વાત સમજવી પડશે. (૧) જ્ઞાનમાં સૂક્ષ્મતા - સ્થૂળતા ન ચાલે (૨) જ્ઞાનમાં તીણતા - બારીક પ્રજ્ઞાછીણી લગાવવી પડે. (૩) જ્ઞાનમાં વિચક્ષણતા - નિપુણ - ચતુર (૪) જ્ઞાનમાં વિલક્ષણતા - વિશિષ્ટ પ્રકારના લક્ષણ-ઉપયોગ - શુદ્ધોપયોગ. (૫) જ્ઞાનમાં ગંભીરતા - ઊંડાણ - અંદર જવું પડે. (૬) જ્ઞાનમાં જાગૃતતા - અત્યંત જાગૃતતા. (૭) જ્ઞાનમાં સરસતા - રસવાળું - વૈરાગ્યથી ભીંજાયેલું. (૮) જ્ઞાનમાં સ્કુર્તિદાયક - સ્કુર્તિજનક, તાજગી પેદા કરનાર (૯) જ્ઞાનમાં કેન્દ્રિત - એક જ ઠેકાણે કેન્દ્રિત.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy