SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ અંતરમાં લક્ષ કરીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમ્યગ્દર્શન પામે છે. નય પક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા!! એકલું જ્ઞાન...જ્ઞાન...જ્ઞાન! જાણન સ્વભાવનું દળ પ્રભુ આત્મા છે તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પોનો નાશ થઈ જાય છે અર્થાત્ ત્યારે કોઈ વિકલ્પ ઉપજતા હ૮ નથી. આને સમયસાર અથવા આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન નામ મળે છે. ૬૦ શુદ્ધ ચૈતન્યમય સ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં પરમાં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે પરમાં આસક્તિ ભાવે ટકવું તે અવિરતિ છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારે અજ્ઞાનમય ભાવો છે. અહાહા....! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતને સ્વભાવદષ્ટિ છે અને સ્વભાવદષ્ટિમાં ચારે ય ટળી જાય છે. વસ્તુમાં-દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતી, કષાય, યોગ કાંઈ પણ નથી. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતને દષ્ટિમાં પણ આ ચારેય નથી. ૬૧ આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક...જ્ઞાયક જ્ઞાયક, ધ્રુવ ધ્રુવ..ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે ને ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે. મોક્ષના ભણકારા વાગે છે. ૬૨ આચાર્યદવ કહે છે કે એકવાર તું દષ્ટિ ફેરવી નાંખ. એક સમયની પર્યાય ઉપર અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. ૬૩ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આવા ભૂતાર્થ, અભેદ, એકરૂપ દ્રવ્યમાં દષ્ટિ જાય – દષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, સુખની શરૂઆત થાય છે. ૬૪ આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. પોતાથી ભિન્ન જે અનેરાં દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથ્થક થઈને, ભિન્ન પડીને, એક જ નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સમ્યક પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. ૬૫ વ્યવહારથી નવ તત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધ નયની હદે પહોચતાં રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે તેથી નિયમથી તે નિશ્ચય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy