SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ, જરા, મરણ, રોગ, કલેશાદિ દુઃખ દૂર થાય છે, અનંતજ્ઞાન વડે લોકાલોકનું જાણવું થાય છે, ત્રિલૌક્ય પૂજ્યપણું પ્રાપ્ત થાય છે - ઇત્યાદિરૂપ તેનો મહિમા જાણે છે પણ એ પ્રમાણે દુઃખ દૂર કરવાની, શેયોને જાણવાની તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે. જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શું થઈ? આમ મોક્ષ શ્રદ્ધાનમાં પણ ભૂલ રહી જાય છે. આ સાત તત્ત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની જીવ અનંતકાળથી સંસારમાં ભટકી રહ્યો છે. આ સાત તત્ત્વોનું સ્વરૂપ છે તેવું જીવ શુભભાવથી વિચારે છે તેને શુદ્ધનું લક્ષ હોય તો વ્યવહાર સમકિત છે. વ્રતાદિના શુભભાવ સંવર-નિર્જરામાં ગણે તો આસ્રવ તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહાર શ્રદ્ધાનમાં કોઈ પડખે ભૂલ ન આવે તેમ સાત તત્ત્વમાંથી શુદ્ધ નય વડે એકરૂપ અખંડ જ્ઞાયક સ્વભાવી આત્માને તારવી લેવો(તેનું લક્ષ કરવું, તેનો અનુભવ કરવો) તે પરમાર્થ શ્રદ્ધા એટલે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૨. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ શું છે? : શ્રી અરહંત અને સિદ્ધ પરમેષ્ઠી દેવ છે અને ભાવલિંગી દિગંબર મુનિ - આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. ૧. શ્રી અરહંતનું સ્વરૂપ ઘનઘાતિ કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત આવા અરહંતો હોય છે. શ્રી અરહંતના ચાર આત્યંતર - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ એમ ગુણો હોય છે. એમને ૩૪ અતિશય અને ૮ પ્રતિહાર્ય એમ ૪૨ બાહ્ય ગુણો હોય છે. ૩૪ અતિશયમાં ૧૦ જન્મથી, ૧૦ કેવળજ્ઞાન ઉપજતાં, ૧૪ દેવકૃત હોય છે. દશ જન્મથી અતિશય : ૧) મળ-મૂત્રનો અભાવ ૬) અદ્ભત રૂપ ૨) પરસેવાનો અભાવ ૭) અતિ સુગંધી શરીર ૩) સફેદ લોહી ૮) ૧0૮ ઉત્તમ લક્ષણ ૪) સમચતુરસ્ત્ર સંસ્થાન ૯) અતુલ બળ ૫) જ8ષભ નારા સંતનન ૧૦) પ્રિય વચન. દશ અતિશય કેવળજ્ઞાન ઉપજતા : ૧) (પસર્ગનો અભાવ ૩) શરીરની છાયા પડે નહિ ૨) અદયાનો અભાવ ૪) ચાર મુખ દેખાય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy