SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ એક જ્ઞાયકભાવપણે જ આત્મા અનુભવાય છે. એવા સહજ એક જ્ઞાયકભાવને શુદ્ધ નય વડે જેઓ દેખે છે તેઓ સમ્યગ્દષ્ટિ છે. તેઓ જ આત્માને સાચા દેખનાર - જાણનાર છે. ૪) આત્માનો સહજ એક જ્ઞાયકભાવ અને મોહાદિ અશુદ્ધ ભાવો સર્વથા એકમેક નથી પણ જુદા સ્વભાવવાળા છે. પણ શુદ્ધ નયરૂપી પરમ નિર્મળ ઔષધી વડે આત્માને અને મોહાદિ અશુદ્ધ ભાવોને ભિન્ન કરીને, શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. ૫) આત્માનો સહજ એક જ્ઞાયકભાવ તો સદાય વિદ્યમાન છે. તે છતાં એકાંત રાગને (વ્યવહારને) અનુભવનાર અજ્ઞાનીની દૃષ્ટિમાં તે ઢંકાઈ ગયો છે. તેને અશુદ્ધતા જ દેખાય છે. ૬) શુધ્ધ નય પોતે ભૂતાર્થ આત્મસ્વભાવમાં અભેદ થઈને તેને અનુભવે છે, તેથી તેને ભૂતાર્થ કહ્યો છે. આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તેમાં આત્માનો આનંદ ઝરે છે. આમાં ભૂતાર્થ આત્માનું જ્ઞાન અને સમ્યગ્દર્શન બન્ને એકસાથે છે. વ્યવહાર નય અશુદ્ધ આત્માને દેખે છે તેથી તે અભૂતાર્થ છે, અસત્ય ર્થ છે. આત્માને જેવો છે તેવો દેખવા માટે તો અતીન્દ્રિય દૃષ્ટિરૂપ શુદ્ધ નય જ જોઈએ. ૭) આત્માનું જીવન તો સમ્યગ્દર્શન છે. રાગમાં કે વિભાવમાં કાંઈ આત્માનું જીવન નથી. તારું સાચું જીવન ને સંતો બતાડે છે. પહેલાં તો ચેતનથી અન્ય પરભાવો તે બધાને શુદ્ધ નય વડે તારાથી જુદા કર, સર્વ પરભાવથી રહિત એક શુદ્ધાત્માને દેખ ! શુદ્ધાત્મા પર દષ્ટિ રાખીને જે નિર્મળ જ્ઞાન આનંદ ધામમાં પવિત્ર જીવન છે તે આત્માનું સાચું જીવન છે. ૮) જ્યાં તું છો ત્યાં રાગ અને શરીર નથી - જ્યાં શરીર અને રાગ છે ત્યાં તું નથી. તું તારા ચૈતન્ય ધામમાં છો - આવો સત્યનો પક્ષ કરવાનો છે. ૯) હું પોતે જ્ઞાનસ્વભાવ છું એવો નિર્ણય થતાં જ્ઞાન છે તે રાગને જાણે છે પણ પોતે રાગરૂપ થતું નથી. જ્ઞાનની તાકાતમાં રાગ જણાઈ જાય છે. ૧૦) અંતરમાં ઉપયોગને જોડીને શુદ્ધાત્માને જે અનુભવે છે તેને તો તે કાળે શુદ્ધાત્માનો જ અનુભવ થાય છે. તે વખતે વ્યવહારનું લક્ષ નથી. વ્યવહારકાળે વ્યવહારનું જ્ઞાન હોય છે; તે વખતે વ્યવહારનું જ્ઞાન પ્રયોજનવાન છે. પણ શુદ્ધાત્માની અનુભૂતિના નિર્વિકલ્પ આનંદ ટાણે તો વ્યવહારનું કોઈ પ્રયોજન નથી. તેમાં તો અભેદનો જ સાક્ષાત અનુભવ છે. ૧૫. વ્યવહાર-નિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ : ‘હે આત્મન ! આ વ્યવહાર માર્ગ ચિંતા-કલેશ-કષાય અને શોકથી જટિલ (મૂંઝવણ ભરેલો) છે. દેહાદિ દ્વારા સાધ્ય હોવાથી પરાધીન છે. કર્મોને લાવવાનું કારણ છે. અત્યંત વિકટમય તેમ જ આશાથી વ્યાપ્ત છે અને વ્યામોહ કરવાવાળો છે. પરંતુ શુદ્ધ નિશ્ચય નયરૂપ માર્ગમાં એવી કોઈ વિપત્તિ નથી. તેથી તું વ્યવહાર નયનો ત્યાગ કરી શુદ્ધ નિશ્ચય નય માર્ગનું અવલંબન કર. કેમ કે આ લોકની તો શું વાત, પરલોકમાં પણ તે સુખ દેવાવાળો છે અને સમસ્ત દોષોથી રહિત નિર્દોષ છે. માટે એવા ભયંકર વ્યવહાર માર્ગને છોડી સર્વોત્તમ નિશ્ચય મોક્ષમાર્ગમાં ગમન કરવું
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy