SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.’ તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સરળ થઈ આત્મામાં પરિણમી જશે. સટ્ના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સન્ના ઊંડા સંસ્કાર રેડ. મહેનત ફોગટ નહિ જાય. પ્ર. ૯ : આત્માના સંસ્કારોને દૃઢ કરવા શું કરવું ? ઉ. ૯ : વસ્તુસ્વરૂપનો દૃઢ નિર્ણય કરવો. ‘હું શુદ્ધ છું, એક છું, અરૂપી છું, જ્ઞાનદર્શનનય છું, હું એક જ્ઞાયકભાવ છું.’ એનો ચારે પડખેથી વારંવાર નિર્ણય પાકો કરીને દૃઢ કરવો. પ્ર. ૧૦ : સાંભળીને સંસ્કાર દઢ કરવા તે આગળ વધવાનું કારણ છે ? ઉ. ૧૦ : હા, અંદરમાં સંસ્કાર દૃઢ નાખે તો આગળ વધે છે. પ્ર. ૧૧ : સત્તા સંસ્કાર નાખવાથી શું લાભ થાય ? ઉ. ૧૧ : જેમ કોરી માટલીમાં પાણીના ટીપાં પડતાં ટીપાં ચૂસાઈ જાય છે; ઉપર દેખાતા નથી છતાં માટલીમાં પાણીના ટીપાંની ભિનાસ અંદર રહી છે. તેથી વધુ ટીપાં પડતાં માટલી ભીની થઈ જાય છે ને પાણી માટલી ઉપર દેખાય છે. તેમ જે જીવે સત્ની ઊંડી જિજ્ઞાસા કરીને સન્ના ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે જીવને કદાચ વર્તમાનમાં પુરુષાર્થની કચાસ રહી જાય ને કાર્ય ન થાય તો પણ સત્તા ઊંડા નાખેલા સંસ્કાર બીજી ગતિમાં પ્રગટ થશે. માટે સન્ના ઊંડા સંસ્કાર રેડ ! પ્ર. ૧૨ઃ શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે ? ઉ. ૧૨ : મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંતવાર મંદ પડ્યા પણ એ સમ્યગ્દર્શનનું કાર ગ નથી. મૂળ દર્શન શુદ્ધિ ઉપર જોર હોવું જોઈએ. શ્રદ્ધા નિર્મળ થવી જોઈએ. પ્ર. ૧૩ : એક પર્યાય બીજી પર્યાયને અડતી તો નથી તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે? ઉ. ૧૩ : એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એવી દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા છે એ વાત તો એમ αγ છે. પણ વર્તમાન પર્યાયમાં જોરદાર સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે એવી જ તે ઉત્પાદ પર્યાયની સ્વતંત્ર યોગ્યતા હોય છે, ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે . માટે સંસ્કાર દૃઢ કરવા - નિયમિત શાસ્ત્ર સ્વાધ્યાય કરવો. પ્ર. ૧૪ : આત્મજ્ઞાન માટે ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે એ કરતાં કઈ સહેલો રસ્તો બતાવો ને? ઉ. ૧૪ : આત્મજ્ઞાન કરવા માટે ઘણા શાસ્ત્રો ભણવાની ક્યાં વાત છે ? તારી પર્યાય જે દુઃખના કારણો તરફ વળે છે, તેને સુખના કારણભૂત દ્રવ્યસ્વભાવ સન્મુખ વાળ એટલી જ વાત છે. પોતે ભગવાન આત્મા, અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીન સ્વસન્મુખ થા ! આટલી જ વાત છે. તારી વર્તમાન જ્ઞાનપર્યાયને દ્રવ્ય સન્મુખ વાળવી. આ ટૂંકુ ને ટચ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy