SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ ૧૧) સ્વચ્છત્વ શક્તિ : અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ. ૧૨) પ્રકાશ શક્તિ : સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશ શક્તિ. ૧૩) અસંકુચિત વિકાસત્વ શક્તિઃ ક્ષેત્ર અને કાળથી અમર્યાદીત એવા ચિદ્વિલાસ સ્વરૂપ (-ચૈતન્યના વિલાસ સ્વરૂપ) ૧૪) અકાર્યકારણત્વ શક્તિ ઃ જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ. ૧૫) પરિણમ્ય પરિણામકત્વ શક્તિ ઃ પર જેમના કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વ શક્તિ. ૧૬) ત્યાગોપાદાન શૂન્યત્વ । શક્તિ ઃ જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (નિશ્ચયપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. ૧૭) અગુરુલઘુત્વ શક્તિ ઃ ષસ્થાનપતિત વૃદ્ધિ-હાનિરૂપે પરિણમતો સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવા જે ખાસ ગુણ તે સ્વરૂપ અગુરુલઘુત્વ શક્તિ. ૧૮) ઉત્પાદ-વ્યય-વત્વ શક્તિઃ ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. ૧૯) પરિણામ શક્તિ ઃ દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદશ અને વિસદશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ શક્તિ. ૨૦) અમૂર્તત્વ શક્તિ ઃ કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતાં, સહજ સ્પ ંદિશૂન્ય એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ. ૨૧) અકર્તૃત્વ શક્તિ ઃ સમસ્ત કર્મથી કરવામાં આવતાં, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ. ૨૨) અભોકતૃત્વ શક્તિ ઃ સમસ્ત કર્મથી કરવામાં આવતાં જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (ભોગવટાના) ઉપરમ સ્વરૂપ અભોકતૃત્વ શક્તિ. ૨૩)નિષ્ક્રિયત્વ શક્તિઃ સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિશ્ચંદતા સ્વરૂપ (અકંપતા સ્વરૂપ) નિષ્ક્રિયત્વ શક્તિ. ૨૪) નિયતપ્રદેશત્વ શક્તિ ઃ જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy