SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય કરીને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે. જીવના એકાકાર સ્વરૂપમાં એ નવ તત્ત્વો નથી. એકરૂપ, અભેદ જ્ઞાયકભાવ એકાકાર સચ્ચિદાનંદ સ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. અહો ! આ તો શબ્દ શબ્દ મંત્ર છે. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. વ્યવહાર નવે નવ છે એનું તાત્પર્ય શું? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય - જીવન પર્યાય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય સમજવું. વળી પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, જીવની પર્યાયો છે. અને પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમના કારણો છે - પોતે ઉપાદાનકારણ અને પર નિમિત્તકારણ છે. એવા એક દ્રવ્યના પર્યાયપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાય અપેક્ષાએ છે, વ્યવહાર નય છે. વ્યવહાર નયનો વિય પર્યાયો છે એ જાણવા લાયક છે પણ આશ્રય કરવા યોગ્ય નથી. જીવ દ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્મલિત છે. પર્યાય છે એ તો બદલાતો - પલટાતો પ્રવાહ છે. ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે. એ તો ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ અખ્ખલિત જેમાં વધઘટ નથી, ઓછું - અધિક નથી એવો એકરૂપ છે. પર્યાય છે એ તો ભિન્ન ભિન્ન યોગ્યતાથી થાય છે, સ્વભાવ એક સદશ, નિત્ય, ધ્રુવ રહે છે. આવા ચિટ્સામાન્ય અભેદ એકરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે, જૂઠા છે. વ્યવહારનયે નવસાચા છે, પણ સ્વભાવને અનુભવની દષ્ટિમાં નવે અસત્યાર્થ છે. આવો સમ્યક અનેકાંત માર્ગ છે. આમ આ નવ તત્ત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવ તત્ત્વોમાં સદૃષ્ટિથીદ્રવ્યદૃષ્ટિથી જોતાં જ્ઞાયક-જ્ઞાયક એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે તે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ “શુદ્ધ' આવો છે એમ આત્મપ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ છે, અને આ મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. નિશ્ચય નયથી જાગેલાં આ નવ પદાર્થ સમત્વ છે, અર્થાત્ આ નવ પદાર્થ જી -અજીવના સયોગથી થાય છે. આમાં એક જીવ કર્મરહિત ગ્રહણ કરવા યોગ્ય છે, આવું શ્રદ્ધાને તે નિશ્ચય સમ્યકત્વ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy