________________
૨૫૩
૧૪. મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ સમ્યક્ત્વનો માર્ગ છે.
૧૫. દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરપદાર્થો તરફનું લક્ષ તથા મનના અવલંબને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને, મર્યાદામાં લાવીને પોતાના તરફ વાળવું તે અંતરઅનુભવનો પંથ છે અને તે જ સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે.
૧૬. મતિ અને શ્રુતજ્ઞાનનો જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે. પરંતુ પહેલાં તે પર તરફ વળતાં, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાના આ ક્રમસર પગથિયાં છે.
૧૭. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું.
૧૮. માત્ર એક જ્ઞાનસ્વભાવને જ પકડીને(લક્ષમાં લઇને)નિર્વિકલ્પ થઇને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં શુદ્ધાત્માનો અનુભવ કરવો. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ જ જન્મ મરણ ટાળવાનો ઉપાય છે. ૧૯. સમસ્ત વિભાવ ભાવોનું લક્ષ છોડીને જ્યારે આ આત્મા વિજ્ઞાનઘન પરમાત્મા સ્વરૂપ સમયસારને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
જ
૨૦. એકલો જાણક સ્વભાવ છે. તેમાં બીજુ કાંઇ કરવાનો સ્વભાવ નથી. અને જાણવામાં પણ સ્વ સિવાય કાંઇ જણાતું નથી. જ્યારે એવા જ્ઞાનસ્વભાવની પ્રતીત-લક્ષ થાય ત્યારે તેનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ અનુભવ થયા પહેલાં આવો નિશ્ચય કરવો જોઈએ.
૨૧. આ સિવાય બીજી માને તેને વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી. અનંત ઉપવાસ કરે તો ય આત્માનું જ્ઞાન ન થાય, બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય, ગુરુની અને અરિહંતની ભક્તિ, સેવા-પૂજા કર્યા જ કરે તો પણ આત્મઅનુભવ ન થાય, પણ જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. ૨૨. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? આત્માનો અનુભવ તે
કાર્ય છે. આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતનું અવલંબન તે નિમિત્ત છે. એટલે જે નિર્ણય કરે તેને ફળરૂપે અનુભવ થાય-કાર્ય થાય. આવી ઉપાદાન-નિમિત્તની સંધિ છે અને આવું કારણ-કાર્યનું સ્વરૂપ છે.
૨૩. પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રોના નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુતજ્ઞાન જાણે અને તે બધામાંથી એક આત્માને તારવે, પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે, મતિ-શ્રુતજ્ઞાનના બહાર વળતા પર્યાયોને સ્વસન્મુખ કરતો તત્કાળ નિર્વિકલ્પ નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મા સ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે વખતે આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે.