SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ સ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે બેન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. ૭૩ નિશ્ચયથી ભગવાન પૂર્ણ ચૈતન્યઘન, એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનું રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યપણે ટકતા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ! એની દૃષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિક્કાર ભગવાન છે એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ૭૪ ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષ ઉપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્ય લક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા..! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ સ્વને જાણે છે ત્યારે અંદર તો અદ્ભુત અનંત ગુણનો ચૈતન્ય ગોળો જણાય છે. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. ૭૫ ગજબ વાત છે ! તારી બલીહારી છે. નાથ ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની - રાગની અપેક્ષા કેમ હોય ? તારી ખાણમાં જ પરિપૂર્ણવીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તેને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. ૭૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદષ્ટિએ ગુણો પરિણમે એમ કહેવાય છે દ્રવ્યદષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધા પડખાંને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાષ્ટિ છે, દ્રવ્યદષ્ટિ એ સમ્યગ્દષ્ટિ છે. ૭૭ વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યકત્વ ઉપજે છે. શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝૂકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં “આ આત્મા તે જ હું” એમ ભગવાન આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન, ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભૂતિનો ટ્રેડમાર્ક છે. સમ્યગ્દષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો ! સમ્યગ્દર્શન અલૌકિક છે. ૭૮ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાન; તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની વર્તમાન પર્યાય જ્યાં પર તરફના ઝુકાવથી ખસીને સ્વસમ્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો, તે આત્મા કેવો છે? તો કહે છે આદિ-મધ્ય-અંત રહિત,
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy