SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૯ ૧૭ આત્મજ્ઞાન - સારભૂત : ૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. એ માટે નિર્વિકારે દૃષ્ટિની અગત્યતા છે. ૨. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. ૩. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય. ૪. સર્વદુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાન કહ્યો છે, તે જ્ઞાની પુરુષના વચન સાચા છે, અત્યંત સાચા છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય તેમાં સંશય નથી. ૫. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદ્ગુરુનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. ૬. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના નિરંતર કર્તવ્ય છે. ૭. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાને કારણે જીવ સત્વ પામે છે. ૮. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૯. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૧૦. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. આત્મજ્ઞાન કરવાનો આ સરળ ઉપાય છે. ૧૧. સર્વ શાસ્ત્રોનો બોધલક્ષ જેવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. ' ૧૨. હે આયુષ્યમાનો ! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ મેં સાંભળ્યો નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. ૧૩. અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવા, અદ્ભૂત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી; ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? ૧૪. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું; હૃદયથી અવલોકન કરવું, તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમત કરેલું સર્વ સમંત કરવું. ૧૫. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy