SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. એ જ સર્વ શાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઇશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ બધાનું - સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અચળ શ્રદ્ધા એ છે. ૧૬. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી તેજશ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવી. ૧૭. પરમ શુદ્ધ ચૈતન્યભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપશમાં થઈ, શુભાશુભ પરિણામ ધારા પ્રત્યે ઉદાસીન થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ૧૮. દેહથી ભિન્ન સ્વ-પરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. ૧૯, હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અપાર આનંદ અનુભવશો! ૨૦. ભવના બંધનનો અભાવ તો સાચા સ્વરૂપની પ્રતીત કરીને તેમાં સ્થિરતા કરે તો જ થાય અને તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. તે સિવાય બીજુ કાંઈ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નથી. આત્મા એ જ સચગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૧૮ અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાનનું સ્વરૂપ : ૧. અવધિજ્ઞાનનું સ્વરૂપ: ૧) વ્યાખ્યાઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. ૨) અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવપ્રત્યય અને (૨) ગુણપ્રત્યય. ‘ભવપ્રત્યય' શબ્દ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કહેલ છે, અંતરંગ નિમિત્ત તો દરેક પ્રકારના અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ હોય છે. ૩) દેવ અને નારકી પર્યાય ધારણ કરતાં જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓમાં જન્મ થવો તે જ આકાશમાં ગમનનું નિમિત્ત છે, નહિ કે શિક્ષા, જપ, તપ આદિક; તેમજ નારકી અને દેવના પર્યાયમાં ઉત્પત્તિમાત્રથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૪) ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ, નારકી અને તીર્થકરોને (છપસ્થ દશામાં) હોય છે, તે નિયમથી દેશાવધિ હોય છે; તે સમસ્ત પ્રદેશથી ઉત્પન્ન થાય છે. ૫) ‘ગુણપ્રત્યય” કોઈ ખાસ પર્યાયિની અપેક્ષા ન રાખતાં, જીવના પુરુષાર્થ વડે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યય અથવા ક્ષયોપશમનિમિત્તક કહેવાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy