SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ૧૫. આખા લોકમાં કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલો ભર્યા છે. તે કાર્યણ વર્ગણા પોતે કર્મરૂપે પરિણમવાની યોગ્યતા ધરાવે છે. તેમાં આગળ જણાવ્યા મુજબ એક ભાવવર્તી શક્તિ છે તેથી તેના ગુણોનું પણ સતત પર્યાયરૂપ પરિણમન થઈ રહ્યું છે જે સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વતંત્ર રીતે પરિણમી રહી છે. બીજી બાજુ ક્રિયાવર્તી શક્તિથી તેમનું ક્ષેત્રાંતર પણ થઈ રહ્યું છે અને તે પણ દરેક પુદ્ગલની તે સમયની યોગ્યતા પ્રમાણે થઈ રહ્યું છે. હવે આ બાજુ જીવ પોતાની સ્વયં દોષિત અવસ્થાથી, અવળા પુરુષાર્થથી પોતાના સ્વભાવમાં રહેવાન બદલે ભ્રમમાં -વિપરીત માન્યતામાં- પોતાના સ્વચતુષ્ટયમાંથી બહાર નીકળી પોતાની પર્યાયમાં તે સમયે વિકારી ભાવો કરતો(શુભ કે અશુભ) જોવામાં આવે છે. તે ભાવો પણ તે સમયની પર્યાયની સ્વતંત્ર યોગ્યતાનુસારું જ થાય છે. જીવ પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિનિધન વસ્તુસ્વરૂપ છે. છતાં પણ અનાદિથી મૂર્તિક પુદ્ગલોનો પિંડ જેવા કે દ્રવ્યકર્મ, નોકર્મ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો એક પ્રદેશે સંયોગ થયો છે એવા આ પુદ્ગલ કે જે પોતાથી પર છે તેને પોતાના માને છે -પોતાનું સ્વરૂપ માને છે, સ્વભાવ અને પરભાવનો વિવેક નથી. પોતાનું અને પરદ્રવ્યનું સ્વરૂપ જેવું નથી તેવું જાણવું અને માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાત્વરૂપે પરિણમે છે. ુવે એ જે જીવના વિકારનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણા પોતે કર્મરૂપે પરિણમી જીવની સાથે બંધ પામે છે તેને વ્યવહારની ભાષામાં બંધ કહેવામાં આવે છે. અહીં જીવના અને પુદ્ગલના એકક્ષેત્રાવગાહ સંબંધને બંધ કહ્યો છે. તે બંધના કારણો આ પ્રમાણે છે. ૨) અવિરતિ ૩) પ્રમાદ ૪) કષાય અને ૫) યોગ. ૧) મિથ્યાત્વ ૧૬. મિથ્યાત્વાદિકે જેઓ બંધના કારણો છે તેઓ જીવ અને અજીવ એમ બે પ્રકારના છે. જે મિથ્યાત્વાદિ પરિણામો જીવમાં થાય છે તેઓ જીવ છે, તેને ભાવબંધ કહેવાય છે; અને જે મિથ્યાત્વાદિ પરિણામો પુદ્ગલમાં થાય છે તેઓ અજીવ છે, તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. ૧૭. બંધના કારણો કહ્યા તેમાં અંતરંગ ભાવોની ઓળખાણ કરવી જોઈએ. (૧) અન્ય કુદેવાદિના સેવનરૂપ ગૃહીત મિથ્યાત્વને તો મિથ્યાત્વ તરીકે જાણે પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. (૨) બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને તથા ઇન્દ્રિય -મનના વિષયોમાં પ્રવૃત્તિ થાય તેને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તે મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ, તો ખોટી માન્યતા ટળે નહિ. (૩) બાહ્ય ક્રોધ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તે જ મૂળ ક્રોધ છે; જો તેને ન ઓળખે તો મિથ્યા માન્યતા ટળે નહિ. (૪) બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત(આત્મપ્રદેશોના પરિસ્પંદનરૂપ) યોગને ન જાણે તો મિથ્યા માન્યતા ટળે નહિ, માટે તેમના અંતરંગ ભાવને ઓળખીને તે સંબંધી અન્યથા માન્યતા ટાળવી જોઈએ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy