SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ ૧. પ્રથમ ઃ ક્રોધ-માન-માયા-લોભ સંબંધી રાગ-દ્વેષાદિકનું મંદપણું. ૨. સંવેગ : સંસાર એટલે વિકારી ભાવનો ભય. ૩. નિર્વેદ : સંસાર પ્રત્યેના વૈરાગ્યને નિર્વેદ કહે છે. ૪. અનુકંપા : પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ. ૫. આસ્તિક્ય : જીવાદિ તત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વડે માનવું તે આસિય. ૧. પ્રથમ ક્રોધ, માન, માયા અને લોભરૂપી અનંતાનુબંધી કષાયોના અનુદયને મંદ થવાને અથવા બંધના કારણોનું શમન થવાને શમ કહેવામાં આવે છે. શમ, પ્રશમ, ઉપશમ આ ત્રણે શબ્દો સમાન અર્થવાળા છે. વિષય કષાયો શમી જાય તેને પણ શમ કહેવામાં આવે છે. આત્મામાં કષાયો મંદ પડવાથી કે કષાયો વગેરેમાં કડવા ફળરૂપો દુઃખો જોવા જાણવાથી સ્વાભાવિક રીતે શમ ઉપજે છે. જેમ જેમ કષાયો શાંત થાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગ દ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે. ૨. સંવેગઃ જગતના આકર્ષક પદાર્થોને તુચ્છ માની કેવળ એક મોક્ષની અભિલાષાને સંવેગ કહ્યો છે. સમ્યગ્દષ્ટિ આત્મા રાજાના, ચક્રવર્તીના કે ઇન્દ્રોના પણ વિષયાદિ સુખોને દુઃખ મિશ્રિત અને ભાવિમાં પણ દુઃખદેનાર સમજી તેમને છોડવા યોગ્ય જ માને છે. માત્ર એક મોક્ષ સુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. એને સંસારના અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોએ પ્રીતિ અપ્રીતિ ઉદ્ભવતી નથી. એક આત્માર્થને જ સાધે છે. ૩. નિર્વેદઃ નિર્વેદ એટલે સંસાર ઉપરથી વિરક્તપણું. આ જીવે સંસારમાં ઘણું પરિભ્રમણ કર્યું છે. તે હવે સમાપ્ત થાઓ એવી ભાવના સમ્યફદૃષ્ટિ આત્મા સંસારમાં મમત્વ વિનાનો અને સંસારના દુઃખોથી કંટાળેલો હોય. તે દેહ, પરિવાર પ્રત્યે પણ ઉદાસીન હોય છે. આત્મસ્વરૂપમાં જ રહેવાનો તેનો નિર્ણય હોય છે. ૪. અનુકંપા : અનુકંપા એટલે દયા -દ્રવ્યદયા અને ભાવદયા, પરદયા અને સ્વદયા. નિષ્પક્ષપાતપણે દુઃખીઓના દુઃખોને ટાળવાની ઇચ્છા એ અનુકંપા છે. દરેક આત્માને પોતાના આત્મા સમાન જાણવાથી અનુકંપાનો ગુણ વિકસે છે. ૫. આસ્તિક્ય શ્રી જિનેશ્વરભાવિત ધર્મ, ધર્મશાસ્ત્રો, સિદ્ધાંત, તત્વ પર દઢ શ્રદ્ધા, પ્રતીતિ રાખે તે આસ્તિક્ય છે. સર્વથા રાગ-દ્વેષ વર્જિત સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર ભગવાને જે જે અમૃતમય વચનો કહ્યા છે તે સર્વથા સત્ય છે એવી અચળ શ્રદ્ધા અત્યંત આદરથી સેવવી તેનું નામ આસ્થા. સમ્યગ્દષ્ટિ નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે. તે સિવાય નિંદા, ગૃહા અને ભક્તિના લક્ષણો પણ સમ્યગ્દષ્ટિમાં જોવા મળે છે. નિંદા પોતાના દોષોની અપક્ષપાતપણે નિંદા.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy