SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ ૩. સમ્યગ્દર્શનનો મહિમા બતાવતાં વિશેષ કથનો: ૧. સર્વ ગુણની શોભા સમ્યગ્દર્શનથી છે. જેવી રીતે નગરની શોભા દરવાજાથી છે, મુખની શોભા ચક્ષુથી છે અને વૃક્ષની સ્થિરતા મૂળથી છે તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે. (ભગવતી આરાધના - ગાથા ૭૪૨) ૨. ત્રણ લોકમાં સમદર્શનની શ્રેષ્ઠતા એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી તરફ લોકના રાજ્યનો લાભ થતો હોય તો ત્યાં ત્રણ લોકના લાભ કરતા પણ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ટ છે; કેમ કે ત્રણ લોકનું રાજ્ય પામીને પણ અલ્પ પરિમિત કાળમાં તે છૂટી જાય છે અને સમગ્દર્શનનો લાભ થતાં જો જીવ અક્ષય મોક્ષસુખને પામે છે. (ભગવતી આરાધના - ગાથા ૭૪૯) ૩. જે પ્રાણી કષાયના આ તાપથી તપ્ત છે, ઇન્દ્રિય વિષયરૂપી રોગથી મૂછિત છે અને ઈષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગથી ખેદખિન્ન છે - તે બધા માટે સમ્યકત્વ પરમ હિતકારી ઔષધી છે. (સાર સમુચ્ચય – ગાથા ૩૮) ૪. સમકિતી સર્વત્ર સુખી સમ્યગ્દર્શન સહિત જીવનો નરકવાસ પણ શ્રેષ્ઠ છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત જીવનો સ્વર્ગમાં વાસ પણ શોભતો નથી. કેમ કે તે આત્મજ્ઞાન વગર સ્વર્ગમાં પણ તે દુઃખી છે. જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં જ સાચું સુખ છે. (સાર સમુચ્ચય - ગાથા ૩૯) ૫. સમ્યકત્વની દુર્લભતા: કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને ભવસમુદ્ર પણ અનાદિ છે, પરંતુ અનાદિકાળથી ભવ સમુદ્રમાં રખડતાં આ જીવે બે વસ્તુ કદી પ્રાપ્ત કરી નથી - ૧) જિનવર સ્વામી ૨) સમ્યકત્વ. (પરમાત્મા પ્રકાશ - અધ્યાય, ગાથા ૧૪૩) ૬. સર્વધર્મનું મૂળિયું જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે, યમ અને પ્રશમભાવનું જીવન સમ્યગ્દર્શન જ છે, અને તપ તથા સ્વાધ્યાયનો આધાર પણ સમ્યગ્દર્શન જ છે એમ આચાર્યોએ કહ્યું છે. (જ્ઞાનાર્ણવ, અધ્યાય - ગાથા ૫૪) ૭. જ્ઞાન-ચારિત્રની શોભા સમ્યકત્વથી જ છે - વિશેષ જ્ઞાન કે ચારિત્ર ન હોય છતાં જો એકલું માત્ર સમ્યગ્દર્શન જ હોય તો પણ તે પ્રશંસનીય છે; પરંતુ મિથ્યાદર્શનરૂપી ઝેરથી દૂષિત થયેલા જ્ઞાન કે ચારિત્ર પ્રશંસનીય નથી. (જ્ઞાનાર્ણવ, અધ્યાય ૧ - ગાથા ૫૫) સમ્યકત્વ અને મિથ્યાત્વનો પ્રભાવ (પશુ અને માનવી જેનું ચિત્ત મિથ્યાત્વથી વ્યાપ્ત છે એવો મિથ્યાદષ્ટિ જીવ, મનુષ્યપણું હોવા છતાં પણ પશુ સમાન અવિવેક આચરણ કરતો હોવાથી પશુ છે અને સમ્યકત્વ દ્વારા જેની ચૈતન્યસંપત્તિ વ્યક્ત થઈ ગઈ છે એવો સમ્યગ્દષ્ટિ જીવ, પશુપણું હોવા છતાં મનુષ્ય સમાન વિવેકી આચરણ કરતો હોવાથી મનુષ્ય છે. (સાગારધર્મામૃત અ. - ૧ ગાથા-૪) ૯. સમ્યગ્દષ્ટિની સંસાર મુક્તિઃ જેણે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય એવા અવિરત સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિક દેવ અથવા ઉત્તમ મનુષ્યમાં જ જન્મે છે, એ સિવાય બીજે કયાંય જન્મતા નથી, તેથી ઉત્તમ દેવપણું
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy