________________
૩૨૬ તરફનો ઝુકાવ - રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈન શાસન છે. પોતાના સ્વલ્લેયમાં લીન છે એવી આ અનુભૂતિ
શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈન શાસન છે. ૧૯૮ રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા વેદન એ ધર્મ છે. શેયકાર જ્ઞાનનો અનુભવ
કરે તે મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો - અતીન્દ્રિય
જ્ઞાન અને આનંદનો સ્વાદ છે, તે ધર્મ છે. ૧૯૯, રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન દ્વારા અનુભવમાં આવે
છે તે આત્માનો સ્વાદ છે, તે જિન શાસન છે, આત્માનુભૂતિ છે. ૨૦. ભગવાન આત્મા ત્રિકાળ, અખંડ, જ્ઞાનરૂપ અને અનાકુળ આનંદસ્વરૂપ છે. વળી તે અવિનાશીપણે
અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે. અંતરંગ શક્તિમાં જ્ઞાનના ચૈતન્યનું તેજ પરિપૂર્ણ ભરેલું છે અને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પણ જ્ઞાન તે જ પ્રગટ થાય છે. સહજ તે સ્વભાવથી થયું છે. આત્માના જ્ઞાનસ્વરૂપને કોઈએ ઉપજાવ્યું, રચ્યું કે બનાવ્યું છે એમ નથી, સહજ જ છે. અને હંમેશા એનો ઉદય વિલાસરૂપ છે. જ્ઞાનપ્રકાશ સદાય ઉદયરૂપ રહે છે. ત્રિકાળી ચીજ એકરૂપ પ્રતિભા સમાન છે. તેના આશ્રયે પર્યાયમાં અનેકતાનો નાશ થઈ એકરૂપનો અનુભવ થાય છે. આ
જૈન શાસન છે. ૧૬ શુદ્ધ નય જ ભૂતાર્થ છે :
સમ્યગ્દર્શનારત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. ૧. પ્રમાણ સાચા જ્ઞાનને - નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના
સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ
દેશને (બધાં પડખાંને) ગ્રહણ કરે છે, જાણે છે. ૨. નય પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહેવામાં આવે છે.
પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં નય અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે. અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે
છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાક્ષેપરૂપ હોય છે. ૩. યુક્તિઃ પ્રમાણ અને નય તે યુક્તિનો વિષય છે. સન્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં
જણાવેલ તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય
નહિ. ૪. નયન મુખ્ય બે પ્રકાર છે. (૧) નિશ્ચય નય (૨) વ્યવહાર નય. નિશ્ચય નય સ્વદ્રવ્ય -પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કાર્ય-કારણાદિને યથાવત્ નિરુપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી. વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહે છે.