SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ૮. અરે ! દુનિયા તો અજ્ઞાનમાં પડી છે. તેને આગમની ખબર નથી. આગમનું પ્રયોજન તો આ છે કે - ‘પરથી કોઈનું કાર્ય થાય એમ કદીય બનવું સંભવિત નથી.' અહાહા ! પોતે એક જ્ઞાયકભાવ માત્ર. ચૈતન્ય જ્ઞાનાનંદ પ્રભુ છે, તે એકના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, આ આગમ છે. આમ પુરુષોએ આ પ્રમાણે દિવ્યધ્વનિમાં કહ્યું છે અને જ્ઞાની ગુરુઓએ તેનો મર્મ સમજાવ્યો છે. આ આગમ છે. ૯. દરેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય પ્રગટ થાય છે તે તો જન્મકાળ છે, જન્મક્ષણ છે; અર્થાત્ તે તે સમયે તે સહજ જ પોતાથી થાય છે કોઈ અન્ય નિમિત્તથી નહિ. (જો નિમિત્તથી થાય તો જન્મક્ષણ સિદ્ધ ન થાય.) ૧૦. શરીર ભિન્ન છે અને આત્મા ભિન્ન છે. ભગવાન આત્મા ભિન્ન છે ને કર્મ ભિન્ન છે. નિશ્ચયથી શાયકપ્રભુ આત્મા અને રાગ ભિન્ન છે. કોઈ કોઈને અડ્યા જ નથી. આવી વાત છે. ૧૧. ભાઈ ! આવું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન કર્યા વિના મિથ્યા શ્રદ્ધાનવશ જીવ ચાર ગતિમાં ખડે છે. ખરેખર તો મિથ્યા શ્રદ્ધાનને કારણે એને નિગોદની ગતિ જ છે. જેવી વસ્તુ છે તેવી ન માનેઅન્યથા માને - તે સત્યાર્થ વસ્તુને આળ આપે છે. કર્મથી વિકાર થાય એમ માનનારે કર્મને આળ આપ્યું. શુભ રાગથી ધર્મ થાય એમ માનનારે ભગવાન ચૈતન્ય સ્વભાવ એક આત્માને આ આપ્યું. આ આળ અથવા મિથ્યા શ્રદ્ધાનના કારણે જીવ નિગોદમાં ચાલ્યો જાય છે અને અનંત સંરાર દુઃખ ભોગવે છે. ૧૨. લસણની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એક શરીરમાં અનંતગુણા નિગોદિયા જીવ છે. તે એક જીવનો શ્વાસ તે અનંત જીવોનો શ્વાસ છે. અહા ! તેના તેજસ, કાર્મણ શરીરમાં અનંત રજકણો છે. અહીં કહે છે - તે એક રજકણ બીજા રજકણને અડતું નથી, અને તે રજકણો આત્માને અડતાં નથી. વીતરાગનું તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ ! નિગોદના જીવમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનની પર્યાયનો વિકાસ છે. જ્ઞાનની હિનાધિકદશા તે, તે સમયની તેની યોગ્યતા છે, ભાઈ ! એ દશા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે નથી. ત્યાં નિમિત્ત તરીકે કર્મની હાજરી છે તેનું જ્ઞાન કરાવવા આવા વ્યવહાર કથનો આવે ખરા, પણ તેને સત્ય - નિશ્ચયના કથન માનવા નહિ. ૧૩. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ સર્વજ્ઞ દેખતા નથી. ભગવાન કેવળીએ કેવળજ્ઞાનમાં જગતના સર્વ અનંતા તત્ત્વોને સ્વતંત્ર સ્વસહાય જોયા છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. અહા ! દ્રવ્યના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે, તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે, સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યથી નહિ. આ મહા સિદ્ધાંત છે. પૂર્વના ભાગ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા માટે મહા પુરુષાર્થ જોઈએ ! અહા ! પરનો - રાગનો - હું અકર્તા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયકમાત્ર છું એમ દૃષ્ટિ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે. -
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy