SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ભોગવી રહ્યા છે તેની જ જાતનો છે, પણ તેની માત્રામાં ફેર છે. કેવળી ભગવાન સમયે સમયે અનંત આનંદનું વેદન કરે છે, ત્યાર છદ્મસ્થનો આ આનંદ તેના અનંતમાં ભાગે છે. પરંતુ બન્ને આનંદ અતીન્દ્રિય હોવાથી બન્નેની જાત એક છે. ૮. આ પ્રમાણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં તે આત્મા ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ પ્રાપ્તિ કરીને જ લે છે. સર્વ જ્ઞાની પુરુષોએ એ વાત કરી છે કે હે ભાઈ ! જો તું સુખનો અભિલાષી હો અને તારે સહજ અતીન્દ્રિય અને અવિનાશી એવું શાશ્વત સુખ જોઈતું હોય તો સર્વ પ્રથમ તારે એ સાચો નિર્ણય કરવાનો છે કે (૧) તે સુખ ક્યાં રહેલું છે ? અને (૨) તે સુખની પ્રાપ્તિ કેમ થાય ? ૯. અત્યાર સુધી જીવે એવો ખોટો નિર્ણય કર્યો હતો કે તે સુખ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં રહેલું છે; તે સુખ બાહ્ય પદાર્થોમાંથી જ સંપ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે જીવ તે મેળવવા પ્રવર્તો હતો. પરંતુ નિર્ણય અયથાર્થ, જુઠો અને મિથ્યાત્વયુક્ત હતો. તેથી જીવ અત્યાર સુધી સુખને બદલે દુઃખ જ ભોગવતો રહ્યો; કારણ કે જીવની એ માન્યતામાં ભ્રાંતિ જ હતી. ૪ ૧૦. ઇન્દ્રિયોના વિષયો પુદ્ગલ દ્રવ્યના પર્યાયો છે, તેનું જ પરિણમન છે. પુદ્ગલ દ્રવ્યમાં રસ, રંગ, ગંધ અને સ્પર્શાદિ ગુણો છે. પરંતુ તેમાં સુખ(આનંદ) ગુણ નથી. જે દ્રવ્યમાં જે વસ્તુ ન હોય તે બીજાને ક્યાંથી આપે ? વળી સ્વતંત્રતાનો મહાન સિદ્ધાંત છે કે ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું જ કાર્ય કરી શકે નહિ, એક દ્રવ્ય અન્ય કોઈ પણ દ્રવ્યને પરિણમાવી શકે નહિ, પોતાનું પરિણમન અન્યને આપી શકે નહિ અને અન્યનું પરિણમન ગ્રહણ કરી શકે જ નહિ.' આવી છ યે દ્રવ્યની વસ્તુસ્થિતિની સ્વતંત્ર વ્યવસ્થા છે. તો પછી પુદ્ગલના પરિણમનથી આત્માને આનંદ શી રીતે પ્રાપ્ત થાય ? પુદ્ગલ જડ દ્રવ્ય છે જ્યારે નિજ આત્મા એ ચૈતન્ય દ્રવ્ય છે. જડ - - ચેતનનું પરિણમન કેવી રીતે કરી શકે ? એવી એની યોગ્યતા નથી. પરમાં પોતાનું સુખ માનવું એ જ મહાન અજ્ઞાનતા અને મિથ્યા માન્યતા છે જે દુઃખનું કારણ છે. ૧૧. જ્ઞાનીઓ તો એમ કહે છે કે સાચું સુખ સ્વયં તારા આત્મામાં - આત્મસ્વરૂપમાં જ છે. આત્મામાં અનંત ગુણો વિદ્યમાન છે. અને તેમાં એક સુખ અને એક આનંદ ગુણ પણ છે. જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરી, તેની યથાર્થ શ્રદ્ધા કરી, તેનો આશ્રય કરે, તે સ્વરૂપને જ અવલંબે, તેમાં જ એકાકાર થઈને તેનું જ જ્ઞાન કર્યા કરે તો આનંદ ગુણનો સ્વભાવ પર્યાય પ્રગટે, તે જ સાચું અને અતીન્દ્રિય સુખ છે. તે સુખની પાછળ દુઃખ નથી અને તે સુખનો અંત પણ નથી. તે સુખ પ્રગટ કરવાનો માર્ગ ઉપર કહ્યા અનુસાર નિશ્ચય સ્વરૂપનો આશ્રય કરે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમે તે જ છે. આ જ સુખ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. ૧૨. જ્ઞાની મહાત્માઓ કહે છે કે હે દેવાનુપ્રિય ! તું દેવોનો વલ્લભ બની શકે છે; પરંતુ ક્યારે ? જ્યારે તું મિથ્યાત્વનો ત્યાગ કરી, સમ્યક્ત્વ પ્રગટાવી, રત્નત્રયમાં પ્રવર્તીશ ત્યારે. આ રીતે તું ત રો મોક્ષમાર્ગ પ્રગટ કર.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy