________________
-
૭
ચર્ય વ ચદશના નરપતિઓની વિશાળી. annmann - સૂર્યવંશને છોડી હવે ચંદ્રવંશની સમાલોચના કરીએ. તે કર્યા પછી બને વંશના સમસામયિક નૃપતિઓને ચરિતનું અનુશીલન કરશું. ચંદ્રવંશનું અને સૂર્યવંશનું બીજ એકીસાથે રોપાયું હતું. પણ બંનેનું પુષ્ટિસાધન એક સંગે થયું નહિ. ચંદ્રવંશ ધીરે સુદૃભાવે પરિપુષ્ટ થયે, ધીરે ધીરે વધી કમે ક્રમે તેણે બેહદ નેર મેળવ્યું એક સમયે, અધધ એશીયા ખંડ તે બલના પ્રભાવે, તેને સહાય કરવા, કઠેર કાર્યક્ષેત્રમાં ઉતર્યો હતે. પણ સૂર્યવંશની તેવી ગતિ નહોતી. તેનું તેજ એકદમ પ્રખર થઈ ઉઠયું હતું. એકવાર પ્રચડ ભારત મહાસાગરની વક્ષે વિહાર કરતો લંકાદ્વીપ, તેને દિગ્વિદાહી તેજમાં ભસ્મ થઈ ગયે હતે. ચંદ્રવંશ સૂર્યવંશ કરતાં વધારે વિસ્તારવાળે થયો.
ચંદ્રને પુત્ર ભગવાન બુધ ચંદ્રવંશને પ્રતિષ્ઠાતા હતે. બુધે, વૈવસ્વત મનુની દીકરી ઈલાનું પાણિગ્રહણ કર્યું હતું. ઈલાના ગર્ભ રાજર્ષિ પુરૂરવા ઉસન્ન થયે. પુરૂરવાથી નીચે ચારમા પુરૂષે, મહારાજ યયાતિ પેદા થયે. યયાતિની બે પત્નિ હતી. શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દાનવરાજ વૃષપની પુત્રી શર્મિષ્ઠા. યયાતિ થકી શામંછાના ગર્ભ યદુ અને તુર્વસુ નામના બે પુત્ર પેદા થયા અને શર્મિષ્ઠાના ગર્ભ કહ્ય, અનુ, અને પુરૂ એવા ત્રણ પુત્ર પેદા થયા. તેને એ પાંચ પુત્રમાંથી, યદુ અનુ અને પુરૂથી સોમવશને સારો વિસ્તાર થયે. વળી તેમાંથી સોમવંશને સારૂ પિષણ મળ્યું. યદુના કુળમાં ભુવન વિજયવીર કાર્તવીર્યન, હેય તાળજો, અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લીધો હતો. અનુના કુળમાં અંગરાજ, રોમપાદ અને વરકર્ણને પાલક પિતા અધિરથી સૂર વગેરે પેદા થયા. અને પુરૂના કુલમાં ભુવનવિદિત પાંડવ, કૈરવ, અને લક લલામભૂત દ્રપદીને જન્મ થયેલ છે.
એ કુરૂકુળમાં ધાર્તરાષ્ટ્રને એક સહગોગી મગધરાજ જરાસંધ જન્મે. તે શ્રીકૃષ્ણને પ્રચંડ શબ્યુ હતું, તેના ભયથી શ્રીકૃષ્ણને સદા સતર્ક અને સાવધાન રહેવું પડતું હતું. મધ્યમ પાંડવ ભીમસેન થકી, જરાસંધ હણાયે હતો. હવે જવાનું યુક્ત છે. એ સઘલા રાજાઓમાં પરસ્પર કોણ સમસામયિક છે. તેઓના સમસામયિકપણું વિશે સમાચન કરી આપણે એ ચંદ્રવંશની સાથે સૂર્યવંશનું સમવય સાધન કરશું.
ચંદ્રવંશના સઘળા રાજાઓ, ભગવાન બુધના વંશાધર છે. બુધ, સોમદેવને પુત્ર છે. તેણે વૈવસ્વત મનુની પુત્રી ઈલાનું પાણિગ્રડણ કર્યું. ઉપર જે જે ચદ્ર વંશીય રાજાઓનાં નામ આપ્યાં છે તેમાંથી રોમપાદ, કાવીયે જુન, હૈડય અને તાલધ વિના સઘળા રાજાઓ સમસામયિક છે, એટલે કે પાંડવ, ધાર્તરાષ્ટ, શ્રીકૃષ્ણ,
૧ સ્થાપક ૨ વંદનીયા તલફરૂ૫ ૩ ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com