________________
ટેડ રાજસ્થાન, યમાં એવી પાપલુષિત પ્રવૃત્તિ અને એ અસામાન્ય ભ્રમ પ્રમાદ હાય નહિ. તેઓ જે લિપિબદ્ધ કરી ગયા છે તે સંપૂર્ણ વિશુદ્ધ ભ્રમરહિત અને પ્રમાદ વર્જીત છે. મૂળ ગ્રંથના અભાવે, તેના પછીના લિપિકારોએ, એવું વૈષમ્ય અને અનેક્ટ કરી દીધું હોય એમ લાગે છે. જે હોય તે ખરું પણ જે કારણથી આવી રીતે અસામાન્ય ફેર આવે છે તે કારણ જોવાનું આપણે સાધ્યમાં નથી. હવે તેની સહજાન વિદેહવંશની શાખા સાથે તેની તુલના કરવી જોઈએ, તેથી કરીને થોડેઘણે ફેરફાર નીકળી જાશે ખરે. એ બને એકતરૂ જાત કુળ શાખાના સમન્વયના સાધનમાં ચેષ્ટા કરી આપણે સૂર્યવંશીય અને ચંદ્રવંશીય નરપતિના ચરિતની સમાલોચનામાં પ્રવૃત્ત થાશું.
જેને આપણે વિદેહવંશ કહીએ છીએ. તે સૂર્યવંશની એક શાખા છે. મહારાજ નિમિ તેને ગોત્રપતિ છે, મહારાજ વૈવસ્વત મનુના પુત્ર મહારાજ ઈફવાકન નિમિ બીજો પુત્ર. એમ કહેવાય છે, જે મહારાજ ઈફવાને એક પુત્ર હતા. તેમાંથી જયેષ્ઠ પુત્ર વિકુક્ષિ, પિતૃરાજય ઉપર અભિષિત થયે હતે. નિમિ અને દંડકને મધ્ય પ્રદેશનાં રાજય મળેલાં હતાં. બાકીના બીજા પુત્રોએ છાકમે પિતપોતાના પસંદ કરેલા પ્રદેશમાં એક એક રાજ્યની સ્થાપના કરી.
ઉપર કહે નિમિ, વિદેહવંશને પહેલે રાજા અને પ્રતિષ્ઠાતા તેનાજ કુળમાં સતી પ્રધાન સીતા જન્મ પામી છે. નિમિને પુત્ર મિથિ હો, તેણે મિથિલાની પ્રતિષ્ઠા કરી. વાલમિકિ રામાયણમાં વર્ણવેલ છે જે નિમિથી તે જનક વ કુશવજ પર્યંતના એકંદર ૨૩ રાજા મિથિલાના સહાસને બેઠા હતા. સાધ્વી જાનકી તે જનકની પુત્રી. જનકનું નામ શીરવજ હતું. જનકના બીજાભાઈનું નામ કુશદવજ હતું. ભગવાન રામચંદ્ર જાનકીનું પાણિગ્રડણ કર્યું છે એટલે કે રાષિજનક અને મહારાજ દશરથે પરસ્પર સમસામયિક' થયા, પણ શુદ્ધ વાલમીકિની આપેલી તાલિકાના અનુસાર, એ બે વંશ શાખાની મેળવણી કરવા બેસીએ તે બનેની વચમાં અગીયાર પુરૂષનું અંતર આવે છે. નિમિ થકી જનક અને કુશધ્વજ વેવીશ પુરૂષે નીચે છે. નિમિ, મહારાજ ઈશ્વાકુને એક પુત્ર છે. એટલે જનક અને કુશધ્વજ અધ્યાપતિ ઈફવાકુના થકી ચાવીશ પરૂપે નીચે છે. મહારાજ દશરથ, જનક અને કુશધ્વજને સમસાયિક હેઈ ઇફવાકુ થકી ચેત્રીશ પુરૂષ પરવર્તી છે. વિદેહ કુળ કરતાં રઘુકુળમાં દશ પુરૂષનું આધિક્ય થઈ જાય છે.
વ્યાસે, આપેલ વંશતાલિકાની સાથે જે તુલના કરવામાં આવે તે રઘુકુળમાં બત્રીશ પુરૂષનું આધિક્ય માલુમ પડે છે. ત્યારે દશરથ અને શીરવજ જનકનું સમસમાયિકપણું શી રીતે થઈ શકે ?
૧ પાપથી મેલી ૨ વીસમપણું. ૩ સમાનતા ૪ બીરાજીત ૫ સમાન ૬ વંચા, વળી ૭ વિશેષતા ૮ વંશપરંપરા છે એકસરખાપણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com