________________
૧૨ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ચાર પુરુષાર્થમાં “મેક્ષ નામને પુરુષાર્થ મુખ્ય છે, અને એ મેક્ષનાં સાધનો સમ્યગ્દર્શનાદિ છે મેક્ષના વિપક્ષને વિરુદ્ધ પક્ષને ક્ષય થવાથી મેક્ષ થાય આ વિપક્ષ તે કમેને બંધ છે તે કર્મોના ક્ષય નિમિત્તે “વરમાણે ક્રિયે ઈત્યાદિ પદ કહ્યા છે. અર્થાત્ આ આદિનું સૂત્ર કર્મક્ષયનું સૂચક છે, અને તેથી જ તેને પ્રથમ મૂકવામાં આવ્યું છે. “ચલમાણે” એમાં ચલ-સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકરૂપ (ફલનું દેવું) પરિણામ માટે અભિમુખ થતું જે કર્મ, તે કર્મ “વર્જિતમ્ એટલે “ઉદયમાં આવ્યું,' એ પ્રમાણે વ્યપદેશ થાય છે. કર્મ પુદ્ગલના પણ અનંત સકળે, અનંત પ્રદેશ છે, તેથી તે અનુક્રમે–પ્રતિ સમયે જ ઉદયમાં આવ્યા કરે છે, અર્થાત્ ચાલ્યા કરે છે. એમાં જે પ્રારંભનો “ચલન” સમય છે. તે સમયમાં ચાલતાં કર્મને “ચાલ્યું” એમ કહેવાય.
આ દષ્ટિએ આ પ્રશ્નોત્તરમાં “મોક્ષતત્ત્વ રહેલું છે. એમ કહી શકાય છે. ૧૩ 卐. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगाः वन्धहेतवः । ઉપરના પાંચે કારણે અથવા પાંચમાંથી એક એક કારણ પણ કર્મોનું બંધન કરાવનાર છે. મિથ્યાદર્શનનાં ક્ષયેશમ તથા ઉપશમ કરવાની શક્તિ (કરણ–લબ્ધિ) જ્યાં સુધી આત્માને પ્રાપ્ત નથી થતી ત્યાંસુધી કઈ પણ જીવાત્માને આત્મદર્શનનો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં– ૧. અવિરતિ–(પાપસ્થાનકના ત્યાગને અભાવ.) ૨. પ્રમાદ-(વૈષયિકી ભાવના, વિકથા કરવાનું કુતૂહલ,
આહાર સંજ્ઞાની લાલસા, સ્વપ્નશીલતા તથા માદક પદાર્થનું સેવન.)