________________
શતક-૪ થું ઉદ્દેશક–૯ ]
[ ૩૭૧ ગતિ દેવનો જીવ મેળવી શકે તેમ નથી. જ્યારે મનુષ્ય અને તિર્યંચ પાસે સત્કમ હોય તો દેવગતિ અને અસત્કર્મો હેાય તો નરકગતિ, તથા માયા પ્રપંચ હોય તો તિર્યંચગતિ તેમજ સદાચારાદિ ગુણે હોય તે મનુષ્ય અવતારને પામી શકે છે. ચારે ગતિના કારણે ( ચાલુ ભવમાં સમય પસાર કરનારે જીવ નીચે લખેલાં કમેને ઉપાર્જન કરીને નરકગતિને માટે આયુષ્ય બાંધે છે તે આ પ્રમાણે :
પંચેન્દ્રિય જીવને વધ કરવાથી, મહારંભ એટલે મોટા પાયા ઉપર સમારંભે કરવા, મોટી મોટી પેઢીઓ, મીલ, કારખાનાઓ, મશીને ચલાવવા. જેમાં અસંખ્યાત અને અનંત જીની હત્યા થાય તેવા પ્રકારના વ્યાપાર કરવાથી.
મહાપરિગ્રહથી એટલે ઘણા પ્રકારના પરિગ્રહ, અને તેના સાધને ભેગા કરવા, તેમાં જ અત્યંત આસક્ત થવું, આ પરિગ્રહ, કામ, ક્રોધને ભડકાવે છે અને જન્મ–મૃત્યુ વધારી આપે છે.
દયારહિતતા, માંસજન, સ્થિરવૈર, રૌદ્રધ્યાન, મિથ્યાત્વસેવન, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપેલેસ્યા પરઘાતક, જૂઠ આચરણ, પરદ્રવ્યોનું અપહરણ કરવું, મૈથુન કર્મમાં તીવ્ર આશક્તિ અને ઈન્દ્રિયેની પરવશતા આદિ કાર સેથી માનવ નરકગતિ તરફ પ્રસ્થાન કરે છે.
તિર્યંચગતિ – ઉન્માર્ગને ઉપદેશ, સન્માર્ગનો નાશ, મૂહાહદય, આર્તધ્યાન, માયાનિદાનાદિ શલ્ય સેવન, માયાવી,