Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 563
________________ ૫૧૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આ બંને પ્રકારના મિથ્યાવચન બોલનારના મનમાં દુષ્ટતા, હિંસકતા, ઈર્ષ્યાળુતા, અસહિષ્ણુતા તથા વૈર વિરોધ આદિ વૈકારિક ભાવે હોય છે. પરંતુ જે બેલવાના ભાવ અહિંસક હોય, જેમકે સાધકની સામેથી હરણે જઈ રહ્યા છે અને પાછળથી આવ-નાર શિકારી તે સાધકને પૂછે છે કે “હરણને જતા જોયા છે? કઈ બાજ ગયા છે? આમ પૂછવા છતાં પણ મહાવ્રતીસાધક જવાબ આપે છે કે “હરણને મેં જોયા નથી. આ ભાષણમાં યદ્યપિ અસત્યતા છે, પણ પરિણામમાં દયાભાવ, અહિંસક ભાવ હોવાથી આ ભાષા અસત્ય ભાષા નથી. જ્યારે અચોરને, બ્રહ્મચારીને, તપસ્વીને આસ્તિકને ગુણીયલને ચાર અબ્રહ્મચારી, ખાઉધરે, નાસ્તિક, મિથ્યાત્વી કહે. આવા ભાષણમાં અભિપ્રાયની દુષ્ટતા, મનની મલિનતા અવશ્યમેવ રહેલી હોવાથી ભગવતી સૂત્ર આવી ભાષાને મૃષાવાદી ભાષા કહે છે. ૩. અન્યથા–બીજાની સામે કોઈના દેષ પ્રકાશવાં. જેમ કે આ સંઘાડામાં ક્રિયાકાંડ નથી, તપશ્ચર્યા નથી, જ્ઞાન નથી, આ આચાર્યોમાં આચાર્યપણું નથી, આવા ભાષણને ભગવતી સૂત્ર અભ્યાખ્યાન અસત્ય વચન કહે છે. અથવા - સદૂભાવ પ્રતિષેધ એટલે કે સામેવાળામાં બ્રહ્મચર્ય, ક્રિયાકાંડ, -જ્ઞાન અને વૈરાગ્ય છે તે પણ તેની સાથેના વર-વિરોધ અથવા સંપ્રદાય કે સંઘાડાવાદને લઈને તેમના બધાએ ગુણેને અ૫લાપ કરે તે સદ્ભૂતનિન્દવ છે. અથવા અભૂતભવન -એટલે કે કલિયુગની હવા અને ભૌતિકવાદને પ્રચાર સૌ જી પ્રત્યે એક સરખે હોવા છતાં પણ બીજા સંપ્રદાયમાં

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614