________________
શતકપ મુ* ઉદ્દેશક- ૬]
[ ૫૧૧ કે સંઘાડાઓમાં સારા તત્ત્વાના અપલાપ કરીને પેાતાના જ સંપ્રદાય કે સંઘાડાના સાધુ-સાધ્વીમાં જૈનશાસન જૈનતત્ત્વ રહેલું છે તેવી કલ્પનાના પ્રચાર કરવા તે પણ અભૂતાવન અલીક વચન છે. તથા આત્મા નથી. પરલેાક નથી, તે સદ્દભૂત નિન્જીવ અને આત્મા ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાદ્ ભક્તા સ્વદેહ પરિમાણુ; પ્રતિશરીરભિન્ન અને પૌદ્ગલિક અદૃષ્ટ આદિ વિશેષણેાથી યુક્ત હાવા છતાં પણ તેને વિપરીત બુદ્ધિથી અપલાપ કરવા તે પણ સદ્ભૂત નિન્હેવ નામનું મિથ્યાવચન છે. અને આત્મા જડ, ફૂટસ્થ, નિત્ય, અકત્તાં, અભેાક્તા, વ્યાપક અને એક જ આત્મા છે. એ પ્રમાણે એલવુ તે અભૂતદ્ભાવન નામે અલીક વચન છે. આત્માના સદૂભૂત વિશેષણે।
હવે આત્માના સદ્ભૂતવિશેષણેાને સંક્ષેપથી સયુક્તિક જાણીએ.
(૧) ચૈતન્ય સ્વરૂપ અર્થાત્ અનાદિ નિધન આત્મા ચૈતન્ય સ્વરૂપી છે. એટલે કે સ્વરૂપી આત્મા અને સ્વરૂપ ચૈતન્ય ગુણ છે તે અને ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, પરન્તુ સČથા ભિન્ન નથી અને અભિન્ન પણ નથી, કેમ કે પદાર્થ માત્રનું સ્વરૂપ (ગુણ) પેાતાના સ્વરૂપી (ગુણી) ને છેડીને રહી શકતા નથી માટે અભિન્ન છે, અને સ્વરૂપી એ દ્રવ્ય હાય છે જ્યારે સ્વરૂપ ગુણ હાય છે માટે ભિન્ન છે.
આત્માનું આ ચૈતન્ય સ્વરૂપ સમવાય સંબધથી નથી પણ સ્વતઃ છે, જે આત્માને જડ માને છે તેમને ત્યાં ચૈતન્ય સમવાય સંબધથી આવ્યા પછી જ્ઞાનનો પ્રકાશ ચાય છે.