________________
પ૩૪]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ - સિદ્ધો વધે છે, પણ ઘટતા નથી, અવસ્થિત રહે છે. છ સર્વકાળ સુધી અવસ્થિત રહે છે.
નરયિકે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી ચૌવીસ મુહર્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પણ રત્નપ્રભામાં ૩૮ મુહૂર્ત, શર્કરામભા ૧૪ રાત્રિ દિવસ, વાલુકાપ્રભામાં એક માસ, પંકપ્રભામાં બે માસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમઃપ્રભામાં ૮ માસ, અને તમસ્તમઃ પ્રભામાં બાર માસ અવસ્થાન કાળ છે.
જેમ નરયિક માટે કહ્યું, તેમ અસુરકુમારે પણ વધે છે, ઘટે છે અને જઘન્ય એક સમય સુધી ને ઉત્કૃષ્ટ ૪૮ મુહર્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે દશે પ્રકારના પણ ભવનપતિ કહેવા.
એકેન્દ્રિયે વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે. એને આ અવસ્થિત કાળ જઘન્ય એક સમય ને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ સમજ.
બે ઇન્દ્રિ, ત્રેઈન્દ્રિયે વધે છે, ઘટે છે અને તેમનું અવસ્થાન જઘન્ય એક સમય ને ઉત્કૃષ્ટ બે અન્તર્મુહૂર્ત જાણવું એ પ્રમાણે ચઉરિન્દ્રિયનું પણ જાણવું.
અવસ્થાનકાળમાં ભેદ હોય છે. જેમ–
સમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યચનિકોને અવસ્થાનકાળ બે અન્તર્મુહૂર્ત, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચનિકને ચોવીશ મુહૂર્ત, સમૂર્ણિમ મનુષ્યોને અડતાલીસ મુહૂર્ત, ગર્ભજ મનુષ્યને એવીશ મુહૂર્ત.
વાણવ્યન્તર, તિષિક, સૌધર્મ અને ઈશાન દેવ લોકમાં ૪૮મુહુર્ત, સનકુમાર દેવલોકમાં અલર રાત્રિ દિવસ