________________
શતક–૫ મું ઉદ્દેશક-૮]
[૫૫૧ અનંતાનંત જીવો એક નિગદ સ્થાનમાં રહે છે, આ સ્થાને પણ અસંખ્યય છે. જે એક ગેલકમાં રહે છે અને આવા ગેલકે પણ અસંખ્યાત છે. આ નિગદ છે જ્યારે પોતાની ભવિતવ્યતાને પાક થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી બહાર આવે છે અને વ્યવહાર રાશિ તરીકે પ્રસિદ્ધિને પામે છે.
આંખે પ્રત્યક્ષ દેખાતી પ્રત્યેક વનસ્પતિ જે સંસારભરમાં દેખાય છે. જેના મૂળમાં, શાખામાં, થડમાં, નાની ડાલીઓમાં, એક એક પાંદડામાં, પુષ્પમાં, ફળમાં અને ફળના એક એક બીજમાં પૃથક પૃથક જી રહેલા છે, અર્થાત્ ઝાડના મૂળને જીવ જૂદ, માટી શાખાને જૂદે, નાની શાખાને જુદો. આ પ્રમાણે એક પાંદડે એક એક જીવ રહેલે. છે. જે વાત આજના વૈજ્ઞાનિકને પણ સમ્મત છે.
જે ગામમાં આપણે રહેતા હોઈએ તેની ભાગેલમાં પણ કેટલીક વનસ્પતિઓ હોય છે. ઝાડ વગેરે તેને પણ આપણે ગણી શકતા નથી તો એકજ લીંબડામાં, આંબામાં, આંબલીમાં. વડ કે પીપળામાં કેટલા પાંદડા છે તેને કે ગણું શકશે ? તે પછી સંસારભરની વનસ્પતિ શી રીતે ગણાશે? જ્યારે ઝાડોની સંખ્યાજ ગણી શકાતી નથી તો તેના પાંદડાઓને ૩૩ કરોડ દેવી દેવતા ભેગા થઈને પણ ગણી શકવાના નથી. માટેજ વનસ્પતિમાં અનંતાનંત જીવે કેવળી ભગવાને કહ્યા છે, તે આ પ્રમાણે વ્યાજબી લાગે છે. વનસ્પતિને બીજો ભેદ સાધારણ વનસ્પતિરૂપે જૈન શાસનમાં પ્રસિદ્ધ છે. જ્યાં એકજ શરીરમાં અનંત જીવોને વાસ છે.
અસંખ્યાત મોટા મોટા સમુદ્રો, નદીઓ, મહાનદીઓ, તલા, કહો, ખાડીઓ અને નાલાએ રહેલાં અગાધ